Babar Azam : પાકિસ્તાન ટીમમાં મોટો ફેરફાર, બાબર આઝમ ફરી બન્યો કેપ્ટન; શાહીન આફ્રિદીનું કપાયું પત્તુ

Gujarat Tak

ADVERTISEMENT

Babar Azam Reappointed Pakistan Team Captain
પાકિસ્તાન ટીમની કમાન ફરી બાબરના હાથમાં
social share
google news

Babar Azam Reappointed Pakistan Team Captain: પાકિસ્તાન ક્રિકેટમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. બાબર આઝમને ફરીથી પાકિસ્તાન ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. બાબર આઝમ T20 અને ODI ફોર્મેટમાં પાકિસ્તાન ટીમની કમાન સંભાળશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસિન નકવીએ પસંદગી સમિતિની ભલામણ બાદ બાબર આઝમને આ જવાબદારી સોંપી છે. શાન મસૂદ ટેસ્ટ ટીમનો કેપ્ટન બન્યો રહેશે.

બાબરે ગયા વર્ષે છોડી દીધી હતી કેપ્ટન્સી 

ભારતમાં આયોજિત વનડે વર્લ્ડ કપ 2023માં ખરાબ પ્રદર્શન બાદ બાબર આઝમે ત્રણ ફોર્મેટની કેપ્ટનશીપ છોડી દીધી હતી. ત્યારબાદ શાહીન શાહ આફ્રિદીને ટી20માં કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જ્યારે ટેસ્ટમાં શાન મસૂદને જવાબદારી સોંપવામાં આવી  હતી. જોકે, કેપ્ટન બદલ્યા બાદ પણ પાકિસ્તાન ટીમનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું ન હતું.

બાબરની કરવામાં આવી હતી ટીકા

પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપ 2023માં ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થઈ ગઈ હતી. પાકિસ્તાનની ટીમ 9 માંથી માત્ર 4 મેચ જીતી શકી હતી અને પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને હતી. બાબર પોતે પણ બેટિંગમાં કોઈ ખાસ કમાલ બતાવી શક્યો નહોતો. ઘણા દિગ્ગજો અને ફેન્સે તેની આકરી ટીકા કરી હતી. આવી સ્થિતિમાં બાબરે 15 નવેમ્બર 2023ના રોજ પાકિસ્તાની ટીમની કેપ્ટનશીપ છોડી દીધી હતી.

આ પણ વાંચો

ADVERTISEMENT

ફરી કેપ્ટનશીપ સોંપવાનો નિર્ણય

જો કે હવે પીસીબીના નવા અધ્યક્ષે બાબર આઝમ ફરીથી કેપ્ટનશીપ સોંપવાનો નિર્ણય કર્યો છે. બાબર આઝમે અત્યાર સુધી 134 આંતરરાષ્ટ્રીય મેચોમાં પાકિસ્તાની ટીમની કેપ્ટનશીપ કરી છે. આ દરમિયાન ટીમે 78 મેચ જીતી છે. જ્યારે 44 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. 


બાબર આઝમનો કેપ્ટનશીપનો રેકોર્ડ

ટેસ્ટ મેચ: 20
જીત: 10
હાર: 6
ડ્રો: 4

ADVERTISEMENT


ODI: 43
જીત: 26
હાર: 15
ટાઇ: 1
અનિર્ણિત: 1

ADVERTISEMENT

T20 ઈન્ટરનેશલ: 71
જીત: 42
હાર: 23
અનિર્ણિત: 6

    follow whatsapp

    ADVERTISEMENT