રાહુલ ગાંધીની વધી શકે છે મુશ્કેલી! 26 જુલાઈએ કોર્ટમાં ખુદ હાજર રહેવા આદેશ, જાણો શું છે કેસ

Gujarat Tak

ADVERTISEMENT

rahul gandhi defamation case
રાહુલ ગાંધી
social share
google news

Rahul Gandhi Defamation Case: ઉત્તરપ્રદેશની રાયબરેલી લોકસભા બેઠકના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી શુક્રવારે (26 જુલાઈ) માનહાનિ કેસમાં સુલતાનપુરની MP-MLA કોર્ટમાં હાજર થશે. અમિત શાહ માનહાનિ(હેટ સ્પીચ) કેસમાં કોર્ટે આગામી તારીખ 26 જુલાઈ આપી હતી. જજે છેલ્લી સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, જો રાહુલ 26 જુલાઈના રોજ ખુદ હાજર નહીં થાય તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

2 જુલાઈના રોજ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માનહાનિના કેસમાં સુલતાનપુરના MP-MLA કોર્ટમાં હાજર થવાના હતા. રાહુલના વકીલે સંસદમાં વ્યસ્ત હોવાનું કારણ આપીને માફી માંગી. જે બાદ કોર્ટે આ વાતનો સ્વીકાર કર્યો અને રાહુલ ગાંધીને 26 જુલાઈએ હાજર થવાનો આદેશ આપ્યો હતો.

રાહુલને વ્યક્તિગત રીતે હાજર રહેવાનો આદેશ છે: વકીલ

રાહુલ ગાંધીના વકીલ કાશી પ્રસાદ શુક્લાનું કહેવું છે કે સુલતાનપુરની MP-MLA કોર્ટ ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ અશોભનીય ટિપ્પણી કરવાના કેસની સુનાવણી કરી રહી છે. જોકે, કર્ણાટકમાં આપેલા નિવેદન પર અહીં સુનાવણી ચાલી રહી છે. આ દરમિયાન રાહુલ ગાંધીને તેમનું નિવેદન નોંધવા માટે કોર્ટ દ્વારા વ્યક્તિગત રીતે બોલાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

જાણો શું છે સમગ્ર મામલો?

ગત સાડા પાંચ વર્ષ પહેલા કર્ણાટક વિધાનસભા ચૂંટણી દરમિયાન પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ ભાજપના તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ અને વર્તમાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ વાંધાજનક નિવેદન આપ્યું હતું. આ નિવેદનથી દુઃખી થઈને ભાજપના તત્કાલીન સુલતાનપુર જિલ્લા ઉપાધ્યક્ષ વિજય મિશ્રાએ રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

જેમાં ભાજપના નેતા વિજય મિશ્રાએ વર્ષ 2018માં રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો, જેને કોર્ટે સ્વીકારી લીધો હતો અને રાહુલ ગાંધી સામે કેસ ચલાવવાનો આદેશ આપ્યો હતો. રાહુલ ગાંધીએ 20 ફેબ્રુઆરીએ અમેઠીમાં તેમની 'ભારત જોડો ન્યાય યાત્રા' રોકીને MP-MLA કોર્ટમાં હાજર થયા હતા, જે બાદ કોર્ટે તેમને તે સમયે જામીન આપ્યા હતા.

ADVERTISEMENT

જો દોષી સાબિત થશે તો કેટલી સજા થશે?

ભાજપ નેતા વિજય મિશ્રાના વકીલ સંતોષ કુમાર પાંડેએ કહ્યું કે, જો રાહુલ ગાંધી વિરુદ્ધ પૂરતા પુરાવા મળી જાય તો તેમને વધુમાં વધુ બે વર્ષની સજા થઈ શકે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT