'...તો 24 કલાકની અંદર જ નાબૂદ કરીશું અગ્નિપથ યોજના', પૂર્વ મુખ્યમંત્રીએ કરી જાહેરાત

Gujarat Tak

ADVERTISEMENT

Akhilesh Yadav announces
પૂર્વ મુખ્યમંત્રીએ કરી જાહેરાત
social share
google news

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા સેવાનિવૃત્ત 'અગ્નિવીરો' માટે અનામતની જાહેરાત કર્યાના એક દિવસ પછી સમાજવાદી પાર્ટી (સપા)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે શનિવારે ફરીથી કહ્યું કે તેઓ સત્તામાં આવતા જ સૈનિકોની ભરતીની આ અલ્પકાલિક 'અગ્નિપથ યાજના'ને 24 કલાકની અંદર રદ્દ કરશે.   

ચૂંટણી રેલીઓમાં આપ્યું હતું વચન

અખિલેશ યાદવે તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણી દરમિયાન તેમની લગભગ તમામ રેલીઓમાં વચન આપ્યું હતું કે જો વિપક્ષી પાર્ટીઓનું ગઠબંધન 'ઈન્ડિયા' સત્તામાં આવશે તો 'અગ્નિવીર' ભરતીને રદ કરવામાં આવશે.


સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ

તેમણે શનિવારે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું, 'સત્તામાં આવતા જ 24 કલાકમાં (અગ્નિપથ યોજના) રદ્દ થશે.'  તેમણે તેને દેશની સુરક્ષા સાથે ચેડા કરતી અને સૈનિકોના ભવિષ્ય સાથે ચેડા કરતી ભરતી યોજના જણાવી છે. તેમણે સેનામાં ભરતીની જૂની પ્રક્રિયાને પુનઃસ્થાપિત કરવાની માંગ કરતા કહ્યું કે, અમારી 'અગ્નિવીર' પર આ જ માંગ છે કે જૂની ભરતી પ્રક્રિયાને પુનઃસ્થાપિત કરવમાં આવે.

આ પણ વાંચો

ADVERTISEMENT

CM યોગીએ કરી હતી જાહેરાત

અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે શુક્રવારે એક નિવેદનમાં કહ્યું હતું કે નિવૃત્ત અગ્નિવીરોને ઉત્તર પ્રદેશ પોલીસ અને પીએસી ફોર્સ (ટેરિટોરિયલ આર્મ્ડ કોન્સ્ટેબલરી)માં વેઇટેજ આપવામાં આવશે.

    follow whatsapp

    ADVERTISEMENT