પોરબંદરઃ માછીમારોના માથે તૂટ્યુ આભ, નુકસાની અંગે સરકારને સર્વે કરવા માગ

Urvish Patel

ADVERTISEMENT

gujarattak
social share
google news

જીતેશ ચૌહાણ.પોરબંદરઃ પોરબંદરમાં બિપોરજોય વાવાઝોડાની જોરદાર અસર જોવા મળી હતી જેને કારણે પોરબંદરના માછીમારોને પણ નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. પવનને કારણે બોટો સામસામી અથડતા ભારે નુકસાન થયું છે. આથી માછીમારોએ સરકાર પાસે નુકસાનીના વળતરની માંગ કરી છે. સાથે જ ભારે પવનથી થયેલા આ નુકસાનીને લઈને સરકાર સર્વે કરાવે તેવી માગ પણ કરી છે.

જુનાગઢમાં 500થી 700નું ટોળું પોલીસ પર ધસી આવ્યું, ટીયર ગેસના સેલ છોડ્યા, લાઠી ચાર્જ

પોરબંદર સહિત રાજયભરમાં હાલ માછીમારોનું વેકેશન ચાલી રહ્યું છે. મોટભાગની બોટ બંદરમાં લાંગરી દેવામાં આવી હતી. બિપોરજોય વાવાઝોડાના કારણે પોરબંદરના બંદરમાં ક્ષમતા કરતા વધારે એટલે કે પાંચ હજાર જેવી નાની મોટી બોટ લાંગરવામાં આવી હતી. ભારે પવનના કારણે બોટ પાણીમાં વહી ના જાય તે માટે દોરડાથી બાંધી દેવામાં આવી હતી. પોરબંદરમાં વાવાઝાડની અસરને કારણે ભારે પવન ફુંકાતા બોટ એક સાથે અથડાતા ભારે નુકસાન થયું છે. હજુ આ નુકસાનીનો અંદાજ બે-ત્રણ દિવસ બાદ આવશે. આથી પોરબંદર માછીમાર બોટ એશોશીએશન દ્વારા સરકાર પાસે નુકસાનીનો સર્વ કરી માછીમારોને રાહત આપવાની માંગણી કરવામા આવી છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT