Surat ના સાંસદ મુકેશ દલાલની વધી મુશ્કેલી, ગુજરાત હાઈકોર્ટે ફટકારી નોટિસ; શું છે સમગ્ર મામલો?

Gujarat Tak

ADVERTISEMENT

Surat News
સાંસદ મુકેશ દલાલને હાઈકોર્ટનું તેડું
social share
google news

Surat News: સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારની બિનહરીફ જીતનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. કોંગ્રેસની ફરિયાદ બાદ સુરત લોકસભા મતવિસ્તારમાંથી બિનહરીફ ચૂંટાયેલા ભાજપના સાંસદ મુકેશ ચંદ્રકાન્ત દલાલને ગુજરાત હાઈકોર્ટે નોટિસ ફટકારી છે. હાઈકોર્ટે મુકેશ દલાલને 9મી ઓગસ્ટે કોર્ટમાં હાજર રહેવા અને પોતાનો પક્ષ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. 

સાંસદની જીતને કોર્ટમાં પડકારવામાં આવી

મળતી માહિતી અનુસાર, લોકસભાની ચૂંટણીના મતદાન પહેલા જ સુરતમાં મોટો ઉલટફેર જોવા મળ્યો હતો. ચૂંટણી પહેલા જ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ પોતાનું ફોર્મ પાછું ખેંચી લેતા ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજેતા બન્યા હતા. જે બાદ સાંસદ મુકેશ દલાલની આ જીતને કોર્ટમાં પડકારવામાં આવી હતી. મુકેશ દલાલની જીત સામે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી. 

કોંગ્રેસ કાર્યકરોએ દાખલ કરી છે પિટિશન

સુરત કોંગ્રેસના ત્રણ અલગ-અલગ કાર્યકરોએ 3 વિધાનસભા બેઠકોના મતદારો તરીકે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે, જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેમનો મતદાનનો અધિકાર છીનવાઈ ગયો છે અને ચૂંટણી પંચ એકંદરે આ મામલે ભાજપને સમર્થન આપી રહ્યું છે અને કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી પર દબાણ લાવી રહ્યું છે. તેમના નામાંકન પાછી ખેંચી લેવાનો આરોપ હતો.

આ પણ વાંચો

ADVERTISEMENT

હાઈકોર્ટે મોકલી નોટિસ 

કોંગ્રેસના કાર્યકરોની ફરિયાદના આધારે સુરત લોકસભા બેઠક પરથી બિનહરીફ ચૂંટાયેલા ભાજપના સાંસદ મુકેશ દલાલને ગુજરાત હાઈકોર્ટે નોટિસ મોકલી છે. તેઓને  9મી ઓગસ્ટે કોર્ટમાં હાજર થઈને પોતાનો પક્ષ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. 


રિપોર્ટઃ સંજયસિંહ રાઠોડ, સુરત

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT