'ત્રેવડ ન હોય તો બોલાય જ નહીં', પદ્મિનીબા વાળાએ કોને કહ્યું આવ્યું?

ADVERTISEMENT

PT Jadeja Audio Clip News
ક્ષત્રિય સમાજમાં ડખો?
social share
google news

PT Jadeja Audio Clip News : ગુજરાતમાં ચાલી રહેલા ક્ષત્રિય સમાજના આંદોલનમાં વધુ એક ફાંટો પડ્યો છે. ક્ષત્રિય સંકલન સમિતિના પી.ટી જાડેજાએ અચાનક સૂર બદલ્યા છે અને તેઓએ સંકલન સમિતિમાંથી રાજીનામું આપી દીધું હોવાની ચર્ચા વહેતી થઈ હતી. જોકે, આ અંગે પી.ટી જાડેજાએ ખુલાસો કરતા કહ્યું  કે, મેં સંકલન સમિતિમાંથી રાજીનામું નથી આપ્યું અને અપીશ પણ નહીં. હકીકતમાં ક્ષત્રિય સમાજના અલગ અલગ ગ્રુપ અને સોશિયલ મીડિયામાં ઓડિયો ક્લિપ વાઈરલ થઈ રહી છે. જેમાં કથિત રીતે પી.ટી જાડેજા સંકલન સમિતિને ગદ્દાર ગણાવી રહ્યા છે સભ્યો પર ગંભીર આરોપ લગાવીને રાજીનામું આપવાની વાત કરી રહ્યા છે. હવે આ ઓડિયો ક્લિપ મામલે પદ્મિનીબા વાળાએ પ્રતિક્રિયા આપી છે. તેઓએ ત્રેવડ ન હોય તો બોલાય જ નહીં, જો બોલવું જ હોય તો બોલેલું પાછું ન ખેંચાય. 

પદ્મિનીબા વાળાએ પ્રતિક્રિયા આપી

ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાએ કહ્યું કે, પી.ટી.જાડેજા સંકલન સમિતિથી ડરીને દબાઈ ગયા છે. હવે સમાજે નક્કી કરવું જોઈએ કે તેને કોની સાથે રહેવું છે. તેમણે કહ્યું કે, આમાં સમાજનું ક્યાંક ખરાબ દેખાય છે અને સમાજના આગેવાનોએ પણ સમજવું જોઈએ કે જો સમાજ સાથે ગદ્દારી કરશો તો આજ નહીં તો કાલ ક્યાંકને ક્યાં તો સામે આવવાનું જ છે. પદ્મિનીબા વાળાએ કહ્યું કે, પી.ટી જાડેજા કેમ પાછળ હટી ગયા અને જો તેમને પાછળ જ હટવું હતું તો બોલ્યા જ કેમ?

આ પણ વાંચોઃ પી.ટી જાડેજાનું સંકલન સમિતિમાંથી રાજીનામું? સમિતિને ગદ્દાર ગણાવી કહ્યું- ટૂંક સમયમાં પર્દાફાશ કરીશ

 

આ પણ વાંચો

ADVERTISEMENT

પી.ટી જાડેજાએ લગાવ્યા હતા ગંભીર આરોપ

આપને જણાવી દઈએ કે, પી.ટી જાડેજાની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી,  વાઈરલ થયેલી ઓડિયો ક્લિપમાં પી.ટી જાડેજા કથિત રીતે ક્ષત્રિય સંકલન સમિતિને ગદ્દાર કરીને સમિતિના સભ્યોએ કરેલા ખોટા ધંધાના પુરાવા તેમની પાસે હોવાનો દાવો કર્યો હતો. પી.ટી જાડેજાએ કહ્યું હતું કે,મારે કોર કમિટી કે સંકલન સમિતિની કોઈ જરૂર નથી. હું સંકલન સમિતિને ખુલ્લી પાડીશ. હું ટૂંક સમયમાં મોટો પર્દાફાશ કરીશ. આ સાથે જ પી.ટી જાડેજાએ સંકલન સમિતિમાંથી રાજીનામું આપવાની વાત કરી હતી. 

ADVERTISEMENT

પી.ટી જાડેજાએ કર્યો હતો ખુલાસો 

જોકે, આ ઓડિયો ક્લિપ વાયરલ થતાં પી.ટી જાડેજાએ ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે, મેં સંકલન સમિતિમાંથી રાજીનામું નથી આપ્યું અને અપીશ પણ નહીં. 
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT