Surat News: સત્તાના નશામાં ભાનભૂલ્યો ભાજપ નેતાનો દીકરો, અધિકારીઓને આપી દીધી ખુલ્લી ધમકી

ADVERTISEMENT

Surat Crime News
ભાજપ નેતાના દીકરાની દાદાગીરી તો જુઓ
social share
google news

Surat Crime News: સુરતમાં ભાજપ કોર્પોરેટરના દીકરાની દાદાગીરી સામે આવી છે. હકીકતમાં કોર્પોરેટર દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામને તોડવા માટે પાલિકાની ટીમ પહોંચી હતી, જેને ભાજપ કોર્પોરેટરના દીકરાએ ધાક-ધમકીઓ આપી આપી અને કામગીરીમાં વિક્ષેપ પાડ્યો હતો. જોકે, આ મામલે મનપાની ટીમે પાંડેસરા પોલીસ મથકમાં ભાજપ કોર્પોરેટરના પુત્ર સામે ફરિયાદ નોંધાવીને કાર્યવાહી કરવાની માંગ કરી છે.

ગેરકાયદેસર બાંધકામ તોડવા પહોંચી ટીમ

મળતી માહિતી અનુસાર, બમરોલીના ભાજપના કોર્પોરેટર ગીતા રબારી દ્વારા ગેરકાયદેસરનું બાંધકામ કરવામાં આવ્યું હતું. જેથી આ બાંધકામને તોડવા માટે પાલિકાની ટીમ પહોંચી હતી. આ દરમિયાન ગીતા રબારીના દીકરા મયુર રબારીએ  માતા સત્તામાં હોવાથી તમામ કાયદાઓ નેવે મુકી દીધા હતા. તેણે આજુબાજુના લોકોને બોલાની કામગીરીમાં બાધા ઉત્પન્ન કરી હતી. ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા આવેલી મનપાની ટીમને  ભ્રષ્ટાચારના કેસમાં ફસાવી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

આ પણ વાંચોઃ Gondal News: જૂનાગઢના કોંગ્રેસ નેતાને ઊઠવી ગયો 'ગણેશ ગોંડલ', નગ્ન કરી ઢોર માર મર્યાની ફરિયાદ

 

ADVERTISEMENT

પોલીસ સ્ટેશનમાં કરી અરજી

જે બાદ ટીમે પાંડેસરા પોલીસ મથકમાં કોર્પોરેટરના પુત્ર વિરુદ્ધ લેખિતમાં અરજી કરીને કાર્યવાહીની માગ કરી કરી છે. ભાજપ નેતાના દીકરાની દાદાગીરીથી સવાલો ઉભા થયા છે કે એક તો સરકારી કામમાં વિક્ષેપ ઉભો કરવો અને સત્તાના નશામાં અધિકારીઓને ધાકધમકી આપવી કેટલી યોગ્ય છે? એક તો ગેરકાયદેસરનું બાંધકામ કરવું છે અને પાછું તેની સામે કાર્યવાહી કરવામાં આવે તો દાદાગીરી કરવી છે આ કેટલું યોગ્ય છે?


 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT