રસ્તાઓ બંધ...અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ, બોરસદમાં 13 ઈંચ વરસાદથી ભયંકર સ્થિતિ

Gujarat Tak

ADVERTISEMENT

Rain In Gujarat
બોરસદમાં પ્રચંડ વરસાદ
social share
google news

Rain In Gujarat : સૌરાષ્ટ્રમાં વરસાદ મહેરના બદલે કહેરરૂપ બન્યો છે. ખાસ કરીને દ્વારકાના કલ્યાણપુરમાં ભારે વરસાદથી ઠેરઠેર તારાજી સર્જાઈ છે. સમગ્ર ગ્રામ્ય પંથકમાં જાણે કે જળપ્રલય આવ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જોકે, દ્વારકામાં ગઈકાલ રાતથી મેઘરાજાએ વિરામ લીધો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આજે આણંદના બોરસદમાં મેઘરાજા ધડબડાટી બોલાવી છે. અહીં બે કલાકમાં 8 ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. તો 4 કલાકમાં 13 ઈંચ કરતા વધુ વરસાદ પડતા ચારેકોર પાણી-પાણી થઈ ગયું છે. 

બોરસદમાં નોંધાયો 314 મિમિ વરસાદ

આજે સવારના 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં રાજ્યના 167 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ બોરસદમાં નોંધાયો છે. બોરસદમાં 314 મિમિ વરસાદ નોંધાયો છે. જ્યારે નર્મદાના તિલકવાડામાં 178 મિમિ, ભરૂચમાં 165 મિમિ, છોટાઉદેપુરના નસવાડીમાં 133 મિમિ, ઝઘડિયામાં 118 મિમિ વરસાદ નોંધાયો છે. 

બોરસદમાં ભરાયા વરસાદી પાણી

આણંદના બોરસદમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. શહેરના જનતા બજાર સ્ટેશન રોડ, શંકર પાર્ક ચોકડી, વહેરા કાવીઠા સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.  બોરસદ પંથકમાં અતિ ભારે વરસાદને કારણે ઠેર-ઠેર માર્ગો પર પાણી ભરાઈ ગયાં છે. જેને પગલે હાલમાં બોરસદ, અલારસા, કોસીન્દ્રા, આંકલાવ રસ્તો બંધ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

અધિકારીઓને તકેદારીના પગલા ભરવાની સૂચના

ભારે વરસાદને પગલે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી દ્વારા બોરસદ પ્રાંત અધિકારી, બોરસદ મામલતદાર, બોરસદ તાલુકા વિકાસ અધિકારી સહિતના તાલુકા મથકના અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા અને યોગ્ય તકેદારીના પગલાં ભરવા સૂચના આપવામાં આવી છે.

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT