NEET UG Result: 10 લાખમાં નીટનું પેપર સોલ્વ કરાવ્યું તે ગોધરાની સ્કૂલમાં કેટલા વિદ્યાર્થીઓ થયા પાસ?

Gujarat Tak

ADVERTISEMENT

NEET UG Result
ગોધરાની સ્કૂલનું શું આવ્યું પરિણામ?
social share
google news

NEET UG Result: NEET વિવાદ મામલે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ NEETના પરીક્ષાર્થીઓના સેન્ટર અને સિટીવાઈઝ માર્ક્સ જાહેર કરી દીધા છે. ઉમેદવારો NTA NEET UGની સત્તાવાર વેબસાઈટ https://exams.nta.ac.in/NEET/ પર જઈને માર્ક્સ ચેક કરી શકે છે. માર્ક્સ ચેક કરવા માટે ઉમેદવારોએ વેબસાઈટના હોમપેજ પર આપેલ 'NEET (UG) RESULT 2024 CITY/CENTRE WISE' લિંક પર ક્લિક કરવું પડશે. જાહેર માર્ક્સ અનુસાર, ગોધરાની વિવાદિત જય જલારામ સ્કૂલ એક્ઝામ સેન્ટરના 181 પરીક્ષાર્થીઓએ નીટ એક્ઝામ ક્રેક કરી છે. 

ગોધરાની સ્કૂલમાં થઈ હતી ગેરરીતિ

વાસ્તવમાં  NEET UG પરીક્ષામાં ગેરરીતિની સૌથી વધારે ચર્ચા ગુજરાતની જય જલારામ સ્કૂલ ગોધરાની થઈ હતી. ગોધરા NEET પરીક્ષામાં ગેરરીતિ કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી (CBI)એ સ્કૂલના પ્રિન્સિપાલ પુરુષોત્તમ શર્મા અને શિક્ષક તુષાર ભટ્ટ સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ફિઝિક્સના શિક્ષક તુષાર ભટ્ટને નીટ-યુજી પરીક્ષા કેન્દ્રમાં ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ બનાવવામાં આવ્યા હતા. જે વિદ્યાર્થીઓનું સેટિંગ હતું, તેઓને જેટલું આવડતું હોય એટલું લખવા કહેવામાં આવ્યું હતું અને બાકીનું પેપર છોડવા માટે કહેવામાં આવ્યું હતું, આ પેપરને સોલ્વ કરવાની જવાબદારી શિક્ષક તુષાર ભટ્ટની હતી. 

શું થયું હતું એક્ઝામ સેન્ટર પર?

ગોધરા નીટની પરીક્ષામાં ગેરરીતિના આરોપ બાદ ગુજરાત પોલીસે તુષાર ભટ્ટ, રોય, પુરુષોત્તમ શર્મા, એજ્યુકેશન કન્સલ્ટન્ટ વિભોર આનંદ અને આરીફ વોહરાની ધરપકડ કરી હતી.. રોય સિવાય સીબીઆઈએ ચારેય આરોપીઓના રિમાન્ડ મેળવ્યા હતા. શિક્ષક તુષાર ભટ્ટે પેપર સોલ્વ કરાવ્યું હતું.

આ પણ વાંચો

ADVERTISEMENT

તુષાર ભટ્ટે કરી હતી કબૂલાત

તુષારે કબૂલાત કરી હતી કે તેણે પેપર સોલ્વ કરાવવાના બદલામાં ઉમેદવારો પાસેથી 10-10 લાખ રૂપિયા માંગ્યા હતા, જ્યારે સર્ચ દરમિયાન તેની કારમાંથી 7 લાખ રૂપિયા રોકડા પણ મળી આવ્યા હતા. 5 મેના રોજ પોલીસને શિક્ષક તુષાર ભટ્ટેના મોબાઈલ ફોન પરથી 16 ઉમેદવારોના નામ, રોલ નંબર અને તેમના પરીક્ષા કેન્દ્રોની યાદી મળી હતી.

181 વિદ્યાર્થીઓએ ક્રેક કરી પરીક્ષા 

આ વિવાદિત એક્ઝામ સેન્ટરનો કોડ 220502 છે. NTA દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર, આ એક્ઝામ સેન્ટર પક 5 મેના રોજ કુલ 648 ઉમેદવારોએ અંડરગ્રેજ્યુએટ મેડિકલ કોર્સમાં એડમિશન માટે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે NEET UG 2024ની પરીક્ષા આપી હતી. તેમાંથી 181* વિદ્યાર્થીઓએ NEET UG પરીક્ષા ક્રેક કરી છે. આ વર્ષે જનરલ કેટેગરીના પાસિંગ માર્કસ 164 છે. આ એક્ઝામ સેન્ટર પર 720માંથી ટોપ સ્કોર 600 માર્ક્સ છે, માત્ર એક વિદ્યાર્થીએ સૌથી વધારે 600નો સ્કોર મેળવ્યો છે, જ્યારે 7 વિદ્યાર્થીઓએ 500 કે 500થી વધુ માર્ક્સ મેળવ્યા છે. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT