અમદાવાદના MLA ઈમરાન ખેડાવાલાને જાનથી મારી નાખવાની ધમકી, CM ભૂપેન્દ્ર પટેલને કરી રજૂઆત

Gujarat Tak

ADVERTISEMENT

MLA Imran Khedawala threatened
MLA ઈમરાન ખેડાવાલાને ખુલ્લી ધમકી
social share
google news

MLA Imran Khedawala threatened: અમદાવાદના જમાલપુરના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે. આ મામલે ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે. નોંધનીય છે કે, ધારાસભ્ય દ્વારા આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધી ફરિયાદ કરવામાં આવી છે. 

નસીમ ખેડાવાલાએ નોંધાવી ફરિયાદ

જમાલપુર વિસ્તારમાં આવેલી ખાંડની શેરી પાસે રહેતા નસીમ ઈકબાલ ખેડાવાલા (ઈમરાન ખેડાવાલાના ભત્રીજી)એ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ઈરફાન ઉર્ફે સ્ટીલ નાગોરી (રહે. ખાંડની શેરી, જમાલપુર) વિરુદ્ધ જાનથી મારી નાખવાની  ધમકીની ફરિયાદ નોંધાવી છે. નસીમ ખેડાવાલા તેમના પરિવાર સાથે રહે છે અને ઘરકામ કરે છે. ગઈકાલે નસીમ ખેડાવાલા ઘરે જમી રહ્યા હતા, ત્યારે તેમની પાડોશમાં ઓફિસ ધરાવતો ઈરફાન ઉર્ફે સ્ટીલ નાગરી જોરજોરથી બૂમો પાડી રહ્યો હતો. બહાર જોઈને જોયું તો ઈરફાન તેમના કાકી શમીમ ફિરોઝ ખેડાવાલેને ધમકી આપી રહ્યો હતો. જે બાદ નસીમ ખેડાવાલા કાકી પાસે પહોંચ્યા હતા.

'તારા કાકાને પણ મારી નાખીશ'

આ દરમિયાન ઈરફાને બેફામ ગાળો આપીને ધમકી આપી હતી કે, તમારે આ મકાન બનાવવું હોય તો મારી માતા સાથે વાત કરો, નહીં તો હું મકાન બનાવવા નહીં દઉં. તેણે ધમકી આપતા કહ્યું હતું કે જો મારી વિરુદ્ધ ફરિયાદ કરી તો સવાર નહીં પડવા દઉં અને સવારમાં કોઈ એકની વિકેટ પાડી દઈશ. તારા કાકા ઈમરાન ખેડાવાલાને પણ જાનથી મારી નાખીશ. ધમકી આપ્યા બાદ ઈરફાન નાગોરી ત્યાંથી નાસી ગયો હતો. જે બાદ નસીમે કાકા ઈમરાન ખેડાવાલાને આ અંગેની જાણ કરી હતી અને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે ઈરફાન નાગોરી વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી.

આ પણ વાંચો

ADVERTISEMENT

મુખ્યમંત્રીને લખ્યો પત્ર

આ અંગે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને કુખ્યાત શખ્સ સામે કાર્યવાહી કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે, મારી ગેરહાજરીમાં ઈરફાન નાગોરી મારા પરિવારને ધાક-ધમકી આપે છે. તે સીધી મારી સાથે માથાકૂટ નથી કરી શકતો એટલે મારા પરિવારને ટાર્ગેટ કરે છે. ઈરફાન નાગોરી હત્યાના ગુનામાં સજા કાપી આવેલ છે. તેને પોલીસની કોઈ બીક નથી તેવું વિસ્તારમાં હાઉ ઉભો કરેલ છે. 

કુખ્યાત ઈરફાન સામે કાર્યવાહીની કરી માંગ

તેઓએ મુખ્યમંત્રીને અપીલ કરતા કહ્યું કે, આ અસમાજિક તત્ત્વ ઈરફાન નાગોરી તથા તેના ભાઈ સાદીક નાગોરી તથા તેના મળતીયા સામે કડક કાર્યવાહી કરવા આવે અને આવા અસમાજિક તત્વો માટે એક દાખલો બેસડવામાં આવે.   

ADVERTISEMENT

 
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT