Accident News : કાળમુખી ટ્રકે લીધા 6 લોકોના જીવ, આણંદ નજીક સર્જાયો ભયાનક અકસ્માત

Gujarat Tak

ADVERTISEMENT

Accident News
હાઈવે બન્યો મોતનો 'રસ્તો'
social share
google news

Gujarat Accident News : ગુજરાતમાં અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે આજે વધુ એક અકસ્માતનો બનાવ આણંદથી સામે આવ્યો છે. જેમાં 6 જેટલા લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે.  તો અંદાજે 8થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જોકે, હજુ પણ મૃત્યુઆંક વધવાની સંભાવના છે.

બસમાં પડ્યું હતું પંચર

મળતી માહિતી અનુસાર,  મહારાષ્ટ્રથી રાજસ્થાન થઈ રહેલી લક્ઝરી બસમાં પંચર પડતા બસ આણંદ નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ઉભી હતી. આ દરમિયાન ડ્રાઈવર, ક્લીનર અને મુસાફરો બસની નીચે ઉભા હતા, ત્યારે અચાનક પાછળથી આવેલી ટ્રકે બસને ધડાકાભેર ટક્કર મારી હતી. જેથી બસ ડિવાઈડર પર બેસેલા અને બસની આજુ બાજુ ઉભેલા મુસાફરો પર ફરી વળી હતી. આ ઘટનામાં 6 લોકો કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. 

ટ્રકે પાછળથી મારી ટક્કર

આ દુર્ઘટનાની જાણ થતાં જ આણંદ ફાયર વિભાગની ટીમ, એક્સપ્રેસ હાઈવે પેટ્રોલિંગની ટીમ અને આણંદ રુરલ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જે બાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. તો અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. જેથી પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવવાની કામગીરી હાથ ધરી હતી. 

આ પણ વાંચો

ADVERTISEMENT

ઈજાગ્રસ્તોને ખસેડાયા હોસ્પિટલમાં

આ દુર્ઘટનામાં અંદાજે 8થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108ની ટીમે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી દીધી છે. તો ઈજાગ્રસ્તોની વિવિધ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા મુસાફરોમાંથી કેટલાકની હાલત ગંભીર છે. જેથી હજુ પણ મૃત્યુઆંક વધી શકે છે. 

ઈનપુટઃ હેતાલી શાહ, આણંદ

ADVERTISEMENT


 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT