Ayodhya Result: જ્ઞાતિ સમીકરણથી ચમત્કાર થયો કે પછી વળતરનો મુદ્દો? અયોધ્યામાં BJPની હારથી સૌ કોઈ દંગ

Gujarat Tak

ADVERTISEMENT

Ayodhya Result
Ayodhya Result
social share
google news

Ayodhya BJP Defeat: અખિલેશ યાદવની પાર્ટીના દલિત ચહેરાએ ભાજપના મજબૂત ઠાકુર ચહેરાને હરાવીને બતાવ્યું કે અયોધ્યા પર મંડલ ભારે છે. શું આ જ્ઞાતિના સમીકરણોનો ચમત્કાર છે કે ઓછા વળતર સાથેનો વિકાસ લોકોને પસંદ નથી આવ્યો! ફૈઝાબાદ સીટની હારે દિલ્લીથી લઈ લખનઉ સુધી અને ભાજપની લઈ સંઘ પરિવાર સુધી બધાને આઘાતમાં મુક્યા છે. દેશમાં નહીં પણ દુનિયા ભરમાં જો કોઈ ભાજપની સીટ ચર્ચામાં છે તો એ અયોધ્યાની છે. એ જ અયોધ્યા જે ભાજપની હિંદુત્વ વિચારધારાના મૂળમાં છે, એ આયોધ્યા જેમાં 22 જાન્યુઆરીના નવા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ દેશ ભરમાં ચૂંટણીનો આગાઝ થયો, ભાજપ એ જ અયોધ્યા હારી ગઈ.

પાછલા 40 વર્ષમાં જે અયોધ્યાના રામ મંદિર આંદોલનથી ભાજપને પોતાની આખી પાર્ટી ઊભી કરી લીધી, એ જ અયોધ્યામાં ભાજપ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ હારી ગયું. આ જે હાર છે એના કારણો શોધવામાં આવી રહ્યા છે. કોઈ તેને ભાજપના ઓબીસી અને દલિતોના વિઘટનને ગણાવી રહ્યા છે, કેટલાક તેને અખિલેશનું જાતિ સમીકરણ માની રહ્યા છે, કેટલાક તેને દિલ્હી અને લખનઉની અંદર ભાજપના તણાવને જોડીને જોઈ રહ્યા છે...

સંવિધાનને લઈને લલ્લુ સિંહના નિવેદનથી વિવાદ વધ્યો

અયોધ્યાની હાર ફ્કત ભાજપ જ નહીં પણ દેશભરમાં ભાજપના સર્મથકો અને હિન્દુત્વવાદી વિચારસરણી રાખનાર લોકો માટે આઘાત જેવું છે. આમ તો ફૈઝાબાદ એ સમાજવાદી પાર્ટીના સૌથી મજબૂત સમીકરણવાળી બેઠકો માંથી એક છે, પરંતુ આ વખતે સંવિધાન બદલવાનો જે માહોલ છે, છેલ્લા કેટલાક દિવસોમાં જે નેરેટિવ તૈયાર કરવામાં આવ્યું હતું તેની પૃષ્ઠભૂમિમાં અયોધ્યા અને તેના સાંસદ લલ્લુ સિંહ હતા, જ્યારે ભાજપે 400ને પાર કરવાનો નારો આપ્યો ત્યારે તે લાલુ સિંહ એવા પ્રથમ સાંસદ હતા જેમણે અયોધ્યામાં કહ્યું હતું કે, ભાજપને બંધારણ બદલવા માટે 400 બેઠકોની જરૂર છે અને તે પછી બંધારણ બદલવાના મુદ્દાએ એવું જોર પક્ડયું કે  ભાજપે આખી ચૂંટણી દરમિયાન આ અંગે સ્પષ્ટતા આપવી પડી, જે ભાજપ અયોધ્યાના જોર પર 2024ની ચૂંટણીનું નેરેટિવ બનાવી રહી હતી તે જ અયોધ્યામાંથી નીકળતા આ સંવિધાન વિરોધી અવાજે ઉત્તર પ્રદેશમાં ભાજપની આખી રમત બગાડી નાખી છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

કાંગ્રેસ અને સપા પહેલા પણ જીતી ચુક્યા છે

આમ ભાજપ પહેલીવાર આ સીટ હારી એવું નથી, 1984 બાદ પણ ફૈઝાબાદની આ સીટ સમાજવાદી પાર્ટી બે વાર જીતી ચુકી છે. પણ રામ મંદિરના નિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભાજપ આ સીટ હારી જશે એના પર કોઈને વિશ્વાસ ના થયો. 1991 બાદ ભાજપ આયોધ્યામાં મજબૂત થઈ, અહીં થી ભાજપના મોટા કુર્મી અને હિંદૂવાદી ચેહરો વિનય કટિયારએ ત્રણ વાર વિજય મેળવ્યો હતો. જ્યારે સમાજવાદી પાર્ટીના મિત્રસેન યાદવ 1989,1998 અને 2004માં અહીં સાંસદ રહી ચુક્યા છે. જીત બાદ પણ ભાજપે અયોધ્યામાં ઓબીસીના ચેહરા વિનય કટિયારને હટાવી 2014માં લલ્લૂ સિંહને ઉમેદવાર બનાવ્યા અને તે 2014 અને 2019માં તેઓ જીત્યા. જ્યારે પણ હિંદુત્વનો મુદ્દો કે મોદી મેજિક કામ કર્યું ત્યારે ભાજપની જીત થઈ, પરંતુ જેવી ચૂંટણી જાતિઓ પર આવી કે ભાજપ અહીંથી ચૂંટણી હારી ગયું.

આયોધ્યામાં શું છે જ્ઞાતિ સમીકરણ?

આ હારનું સૌથી મોટું કારણ જ્ઞાતિ સમીકરણ છે. અયોધ્યામાં જ્ઞાતિય આંકડો સમજી લઈએ. અયોધ્યામાં સૌથી વધુ ઓબીસી વોટર છે, જેમાં કુર્મિયો અને યાદવની સંખ્યા સૌથી વધુ છે. ઓબીસી 22 ટકા છે, દલિત મતદાતાઓ બીજા સ્થાન પર છે, જેમની સંખ્યા આશરે 21 ટકા છે. આમા પણ પાસી બિરાદરી સૌથી વધુ છે, અને ત્યાથી જ સપાના જીતેલા ઉમેદવાર અવધેશ યાદવ આવે છે. આના સિવાય મુસ્લિમ વોટર્સ લગભલ 18 ટકા છે. આ ત્રણેય મળી 50 ટકાથી વધુ થાય છે. આ વખતે ઓબીસી વોટરોનું એક સાથે આવવું, એના સિવાય દલિત વોટરોનું આ સીટ પર દલિત ઉમેદવારને જીતાડવાનું જૂનુન અને તેની સાથે મુસ્લિમ-યાદવ વોટરનું સપાને પૂર્ણ સમર્થન ભાજપની હારનું કારણ બન્યું.  

ADVERTISEMENT

શહેરમાં થયો વિકાસ, ગામના લોકોની જમીન ગઈ

ઉપર આપેલ કારણો સિવાય અયોધ્યાના વિકાસમાં લોકોની જમીનોનું અધિગ્રહણ અને ઇચ્છા અનુસાર વળતર ન મળવું એ પણ નારાજગીનું કારણ બની ગયું છે. અયોધ્યામાં લોકો વચ્ચે એક વાત ચર્ચામાં હતી કે જો આયોધ્યામાં મંદિર બન્યું, અયોધ્યા શહેરનો જો વિકાસ થયો તો તેના ફાયદો ત્યાનાં ગામના લોકોને નહીં પરંતુ, બહારથી આવનાર વેપારીઓને મળશે. અયોધ્યાના લોકોને મોટા-મોટા પ્રોજેક્ટમાં જમીન ગુમાવી પડી રહી છે. ભાજપે ફક્ત અયોધ્યા જ નહીં પણ અયોધ્યા આસપાસની સીટો પર હારી ગઈ છે. બસ્તી, આમ્બેડકરનગર, બારાબાંકી જેવી સીટો પર પણ ભાજપ હારી ગઈ. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT