'મારી પાર્ટીના કેટલાક નેતાઓએ...', જીત બાદ મનસુખ વસાવાનો મોટો ધડાકો, ભાજપમાં ખળભળાટ મચ્યો

Gujarat Tak

ADVERTISEMENT

mansukh vasava bjp
mansukh vasava bjp
social share
google news

Mansukh Vasava On BJP : ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં સૌથી ચર્ચાસ્પદ રહેલા અને INDIA ગઠબંધનનો મજબૂત ચહેરો એવા આપના ઉમેદવાર ચૈતર વસાવાને ભરૂચ લોકસભા બેઠક પર હારનો સામનો કરવો પડ્યો છે. તો મનસુખ વસાવાની જીત થઈ. તેમણે ભાજપના સતત છ ટર્મના સાંસદ રહેલા મનસુખ વસાવાને ટક્કર આપી હતી. ભરૂચ બેઠક પર લીડમાં ઘટાડો થયો છે. ત્યારે હવે સાતમી વખત સાંસદ બનેલા મનસુખ વસાવાએ હૈયાવરાળ ઠાળવી છે. તેમણે ચૈતર વસાવા અને વિપક્ષની સાથે ભાજપના નેતાઓને પણ ટકોર કરી છે.

'મને હરાવવા માટેના પ્રયાસો થયા હતા'

આદિવાસી વિસ્તારમાં આદિવાસી નેતા અને સતત સાતમી વખત સાંસદ બનેલા મનસુખ વસાવાને ઓછા મત મળતા તેમણે હૈયાવરાળ ઠાલવી હતી. મનસુખ વસાવાનો દાવો છે ભાજપના જ કેટલાક લોકોએ ભરૂચમાં પાર્ટી વિરુદ્ધ કામ કર્યું છે. ભાજપ સાંસદ મનસુખ વસાવાએ કોઈનું નામ લીધા વગર પોતાના જ પક્ષના કેટલાક નેતાઓને આડેહાથ લીધા હતા. તેમણે કહ્યું કે, 'મને ટિકિટ ન મળે અને મને હરાવવા માટે પ્રયાસો થયા હતા. મારી જ પાર્ટીના કેટલાક નેતાઓએ મારા વિરુદ્ધ કામ કર્યું. માત્ર અમારી જ નહીં, દરેક પાર્ટીમાં આવું બનતું હોય છે. આ પ્રશ્નનો ઉકેલ લાવવા અમે યોગ્ય જગ્યાએ રજૂઆત કરીશું. આવા નેતાઓને સમય આવ્યે ખુલ્લા પાડીશું. કેટલાય લોકોએ મને હેરાન કર્યો, પરંતુ અર્જુનની જેમ મારી આંખ આ સીટની જીત પર હતી અને અમે એ જીતી બતાવી છે.'

આ પણ વાંચો

ADVERTISEMENT

'અમારા ઘણા નેતા ચૂંટણી પ્રચારમાં આવ્યા ન હતા'

મનસુખ વસાવાએ કહ્યું કે, 'અમારામાં અનેક નેતાઓ એવા હતા કે જેઓ ચૂંટણી પ્રચારમાં પણ આવ્યા ન હતા. તેમણે નિષ્કિયતા દાખવી હતી. હું 7મી વખત જીત્યો છું, 1995થી રાજનીતિમાં છું. આ સમય દરમિયાન વિકાસના કામો કર્યા. મેં ઉદ્યોગો, શાંતિ સ્થાપવાનું કામ કર્યું. જેથી રોજગારીની તકો વધી અને નર્મદા જિલ્લામાં મેડિકલ કોલેજો પણ વધી છે. વિકાસ સતત થતો રહે છે તેનો કોઈ અંત ન હોય.'

ADVERTISEMENT

ચૈતર વસાવા અને આપ પર મનસુખ વસાવાનો આક્ષેપ

ADVERTISEMENT

મનસુખ વસાવાએ કહ્યું કે, 'ભરૂચમાં લોકસભાની ચૂંટણીના પ્રચાર સમયે આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવાએ મારી સામે ગમે તે હદ સુધી અપ-પ્રચાર કર્યો, વ્યક્તિગત આક્ષેપ થયા, ઈન્ડિયા ગઠબંધ અને કેટલાક ટ્રાઇબલ સંગઠનો અમારા પર સાવ તૂટી પડ્યા હત. ચૈતર વસાવા માત્ર નિમિત્ત છે, આમ આદમી પાર્ટીએ છેલ્લી કક્ષાનો પ્રચાર કર્યો હતો, જાણે કંઈ બાકી જ ન રાખ્યું હતું. અમે આ બેઠક ન જીતીએ તે માટેના તમામ પ્રયાસો થયા હતા, છતાં પણ અમારી મહેનત અને ભાજપની છબીના કારણે ભવ્ય જીત મેળવી છે.'

'ચૈતરે ધારાસભ્યની મર્યાદામાં રહીને કામ કરવું જોઈએ'

મનસુખ વસાવાએ ચૈતર વસાવાને રાજકીય શિખામણ આપતાં કહ્યું, 'મેં પહેલાં પણ ચૈતરને કહ્યું હતું અને અત્યારે પણ કહું છું કે તું કોઈની વાતમાં આવીશ નહીં. તારો આત્મા તને જે કહે છે એ કબૂલ કર. ચૈતર વસાવા ધારાસભ્ય છે, એટલે તેમણે ધારાસભ્યની મર્યાદામાં રહીને કામ કરવું જોઈએ.'


 

    follow whatsapp

    ADVERTISEMENT