VIDEO: વડોદરામાં પંડ્યાનો જલવો, ટી20 વર્લ્ડકપ જીતનો વિકટરી રોડ શો, ક્રિકેટરને જોવા ચાહકોનું ઘોડાપૂર

Gujarat Tak

ADVERTISEMENT

Hardik Pandya
Hardik Pandya
social share
google news

Vadodara News: T20 વર્લ્ડ કપમાં આ વર્ષે ગુજરાતી પ્લેયરનો જલવો જોવા મળ્યો હતો, જેમાંથી આપણે છેલ્લી અને મહત્વની ઓવર ફેંકનાર હાર્દિક પંડયાની કે જેને કરોડો ભારતીયના સપનાને સાકાર કરી બતાવ્યું. એવામાં આજ રોજ  વડોદરાના હાર્દિક પંડ્યા માટે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું (Hardik Pandya Road Show in Vadodara Gujarat) હતું. તે જીત બાદ સૌપ્રથમ વખત વતન વડોદરામાં આવ્યો હતો. 

લોખંડી સુરક્ષા વચ્ચે હાર્દિક પંડયાનો રોડ શૉ

વિક્ટરી પરેડની શરૂઆત માંડવી ખાતેથી હતી અને  પંડ્યાને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. આ રોડ શો દરમિયાન 7 DCP, 14 ACP, 50 PI, 86 PIS, 1700 જવાન, 1 હજાર હોમગાર્ડ અને 3 SRPની ટુકડી તેમજ શહેર બહારથી 3 SRPની ટુકડી, 1 SP, 7 ACP, 5 PI અને 5 PSI કક્ષાના અધિકારી તૈનાત જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત રોડ શોમાં હાર્દિક પંડ્યાની સુરક્ષા માટે 50 બાઉન્સર અને ગણેશ મંડળોના 1 હજારથી વધુ સ્વયંસેવકો ઉપસ્થિત છે. હાર્દિક પંડ્યા રોડ શોમાં પહોંચતા પોલીસ કમિશનરે સન્માન કર્યું હતું . 

પોલીસનું જાહેરનામું


વડોદરા પોલીસ કમિશનરે રવિવારે એક જાહેર નોટિસ બહાર પાડીને શોભાયાત્રા માટે ટ્રાફિક વ્યવસ્થાની રૂપરેખા આપી હતી. આ ટ્રાફિક નિયમનો વડોદરા પોલીસ દ્વારા અમલમાં મુકવામાં આવે છે જેથી ટ્રાફિકના સરળ પ્રવાહને સુનિશ્ચિત અને મુસાફરોને અસુવિધા ન સર્જાય, ઇવેન્ટ દરમિયાન સંભવિત ટ્રાફિક ભીડને ટાળવા માટે મુસાફરોને વૈકલ્પિક માર્ગો પર વિચાર કરવાની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

ક્રિકેટરને જોવા માટે ચાહકોની ભીડ ઉમટી પડી 

હાર્દિક સાથે તેનો ભાઈ કૃણાલ પંડ્યા પણ જોડાયો હતો ટીમ રિવોલ્યુશન દ્વારા રોડ શૉનું આયોજન કરવામાં આવ્યું હતું. ખુલ્લી બસમાં હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા અને માતા નલિની પંડ્યાએ ફેન્સનું અભિવાદન ઝીલ્યું હતું.

(ઈનપુટ: દિગ્વિજય પાઠક, વડોદરા)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT