બાળકોને એકલા મુકતા પહેલા ચેતજો, સુરત સિવિલમાંથી 3 વર્ષના 'શિવા'ને ઉઠાવી ગઈ મહિલા

ADVERTISEMENT

Surat News
બાળકોને એકલા મુકતા પહેલા ચેતજો
social share
google news

Surat News: સુરતમાંથી માતા-પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં 3 વર્ષના બાળકને એક અજાણી મહિલા ઉઠાવી જતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ફરિયાદ કરાયા બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ એક્શનમાં આવી ગયા છે. ડીસીપી, એસીપી અને ખટોદરા પોલીસનો સ્ટાફ બાળકને શોધી રહ્યો છે. 

સંબંધીની ખબર કાઢવા હોસ્પિટલ ગયા હતા 

મળતી માહિતી અનુસાર, સુરતના સચિન વિસ્તારમાં આવેલા ઈશ્વર નગરમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના રાજેશ પોલ સંચા ખાતામાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ ઈશ્વર નગરમાં પત્ની એક 3 વર્ષના બાળક શિવા સાથે રહે છે. ગઈકાલે રાજેશ પોલ નવી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયેલા સંબંધીની ખબર કાઢવા માટે પત્ની અને બાળક સાથે ગયા હતા. 

રમતા-રમતા 3 વર્ષનો શિવા ગાયબ થઈ ગયો

આ દરમિયાન ત્રણ વર્ષનો શિવા લોબીમાં રમતો હતા. તે અચાનક ગાયબ થઈ ગયો હતો. જે બાદ રાજેશભાઈ અને તેમના પત્નીએ તેની શોધખોળ હાથ ધરી હતી. તેઓ સિક્યોરિટી પાસે ગયા હતા અને સમગ્ર હકીકત જણાવી હતી. જોકે, તેઓએ તેમની ફરિયાદ પર વધારે ધ્યાન આપ્યું નહોતું અને હોસ્પિટલના વડાને મળવા માટે જણાવ્યું હતું. હોસ્પિટલના સ્ટાફે ઘટનાને ગંભીરતાથી ન લેતા રાજેશભાઈએ જેમ-તેમ કરીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઓફિસનો સંપર્ક કર્યો હતો. 

આ પણ વાંચો

ADVERTISEMENT

હર્ષ સંઘવીને ફરિયાદ કરતા પોલીસ વિભાગ એક્શનમાં

જે બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવનીની સૂચનાથી પોલીસના ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને પૂછપરછ હાથ ધરી હતી. તો ખટોદરા પોલીસના સ્ટાફે સીસીટીવી ચેક કરતા સિવિલમાંથી એક અજાણી મહિલા બાળક શિવાને ઉઠાવી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. 

તપાસનો ધમધમાટ શરૂ

જે બાદ પોલીસે શિવાને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. જોકે, હજુ સુધી શિવાનો કોઈ અત્તોપત્તો નથી પોલીસ અન્ય સીસીટીવીની મદદથી મહિલાને શોધી રહી છે. 
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT