મેઘતાંડવ...નદીઓમાં ભારે પૂર: હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કહ્યું- ગુજરાતીઓ સાવધાન!

Gujarat Tak

ADVERTISEMENT

Paresh Goswami's Rain Forecast
પરેશ ગોસ્વામીની આગાહી
social share
google news

Paresh Goswami's Rain Forecast: ગુજરાતમાં બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આજે વરસાદ જોવા મળી રહ્યો છે. સુરતના ઉમરપાડામાં આભ ફાટ્યું છે, અહીં 6 કલાકમાં 14 ઈંચ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. તો અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ગુજરાત પર એક સાથે ત્રણ-ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે વરસાદ મન મૂકીને વરસે તેવી શક્યતા સર્જાઈ છે. આ વચ્ચે હવે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી (Paresh Goswami)એ ગુજરાત તક (Gujarat Tak) સાથેની વાતચીત દરમિયાન વરસાદની માટી આગાહી કરી છે. 

ગુજરાતીઓ સાવધાનઃ પરેશ ગોસ્વામી

પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, હું ગુજરાતના લોકોને સાવધાન કરવા માગું છું. હવે વરસાદ નહીં પરંતુ એક પ્રકારનું મેઘતાંડવ જોવા મળશે. બંગાળની ખાડીમાં એક મજબૂત લૉ પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે. જેના કારણે અત્યારે ગુજરાત, મહારાષ્ટ્ર અને અરબ સાગર પર અપર એર સાયક્લોનિક સર્કુલેશન બન્યું છે. તો ગુજરાત ઉપરથી મજબૂત ડીપ્રેશન પસાર થવાનું છે. આજથી 15 જુલાઈથી વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. જોકે, અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે તે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. 

આ પણ વાંચો

ADVERTISEMENT

અમદાવાદમાં અતિભારે વરસાદની શક્યતા

તેમણે જણાવ્યું કે, આજે જે વિસ્તારોમાં વરસાદ પડશે ત્યાં ભારેથી અતિભારે ગાજવીજ સાથે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે. આજે આગામી 12થી 14 કલાક દરમિયાન અમદાવાદમાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. સાથે જ આવતીકાલથી જે વરસાદ શરૂ થઈ રહ્યો છે જેની સૌથી વધારે તીવ્રતા સૌરાષ્ટ્રમાં જોવા મળશે. જુલાઈ મહિનામાં ભારેથી અતિભારે વરસાદ નોંધાશે.

ડબલ ડિજીટમાં પડશે વરસાદઃ પરેશ ગોસ્વામી

પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, હવે જે વરસાદ પડવાના છે તે ઈંચની દ્રષ્ટીએ સિંગલ ડિજીટમાં નહીં પરંતુ ડબલ ડિજીટમાં પડશે.  એટલે કે 9 કરતા વધારે 10..11..12..15 જેવા આંકડાઓમાં વરસાદ નોંધાશે. 16 જુલાઈથી 20 જુલાઈના 5 દિવસના સમયગાળામાં  મધ્યપ્રદેશની બોર્ડર પર આવેલા વિસ્તારોમાં દાહોદ, ગોધરા, છોટાઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. 

ADVERTISEMENT

આ વિસ્તારોમાં થશે મેઘતાંડવ

અમદાવાદ, આણંદ, નડિયાદ જેવા વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો ભરૂચ, અંકેશ્વર, રાજપીપળા, સુરત, વલાસાડ, વાપીમાં 16 અને 17 જુલાઈએ અતિભારે વરસાદ એટલે કે મેઘતાંડવ જોવા મળે તેવી શક્યતાઓ પૂરેપૂરી છે. તેથી દક્ષિણ ગુજરાતના તમામ નાગરિકોને હું સાવધાન કરું છું. 

ADVERTISEMENT

દરિયાઈકાંઠા જિલ્લામાં મેઘરાજા બોલાવશે ભુક્કા!

સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં વરસાદ જોવા મળશે. તેમાં પણ ખાસ કરીને જે દરિયાઈકાંઠાના જે જિલ્લાઓ છે ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા અને અમરેલીના અમુક વિસ્તાર પર  વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળશે. તો મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ સહિતના વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે. 


 

    follow whatsapp

    ADVERTISEMENT