Ahmedabad: મહિલા પોલીસકર્મીના આપઘાત બાદ પ્રેમીએ પણ જીવન ટૂંકાવ્યું, હોટલમાંથી મળી લાશ

ADVERTISEMENT

Ahmedabad Crime News
Ahmedabad Crime News
social share
google news

Ahmedabad Crime News: અમદાવાદના મહિલા પોલીસકર્મીએ શંકાશીલ પ્રેમીના ત્રાસના કારણે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. મહિલા પોલીસકર્મીની સુસાઈડના નોટમાં તેણે પોતાના જ ગામના જશુ રાઠોડ પર આરોપ લગાવ્યા હતા. આથી વાસણા પોલીસે જશુ રાઠોડ સામે ફરિયાદ નોંધી હતી. જોકે હવે માહિતી સામે આવી રહી છે કે, મહિલા પોલીસકર્મીને હેરાન કરીને આપઘાત માટે દુષ્પ્રેરણા કરનાર પ્રેમી જશુ રાઠોડે પણ આપઘાત કરી લીધો છે. 

આ પણ વાંચો: '... અંબાણીનું આમંત્રણ ન મળ્યું', નયનાબા જાડેજાએ ભાભી રિવાબા અને ભાઈ રવિન્દ્ર પર સાધ્યું નિશાન

પ્રેમીના ત્રાસથી પોલીસકર્મીએ આપઘાત કર્યો હતો

પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ લલિતા પરમારે થોડાદિવસ અગાઉ પોતાના ભાડાના મકાનમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ અંગેની જાણ થતાં પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો હતો. આ મામલે પોલીસે તપાસ શરૂ કરતા પોલીસને સ્થળ પરથી એક ચિઠ્ઠી પણ મળી આવી હતી. જેમાં તેઓએ શંકાશીલ પ્રેમીના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આથી પોલીસે પ્રેમી જશુ રાઠોડ સામે કેસ નોંધીની તેની તપાસ શરૂ કરી હતી. 

આ પણ વાંચો: Vadodara: દારૂના વેપલામાં ડભોઈના ભાજપના કોર્પોરેટરનું ખુલ્યું નામ, પાર્ટીએ તાબડતોબ લીધું એક્શન

મહિલા પોલીકર્મી બાદ પ્રેમીનો પણ આપઘાત

ત્યારે આરોપી જશુ રાઠોડે ખાનગી હોટલમાં આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. એલિસબ્રિજ સામે આવેલી હોટલમાંથી આરોપી જશુ પટેલની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. મહિલા પોલીસકર્મીએ સુસાઈડ નોટ લખી હતી, જેમાં તેણે ઉલ્લેખ કર્યો હતો કે ધ્રાંગધ્રાના સોલડી ગામે રહેતો જસવંત રાઠોડ નામનો પ્રેમી તેને સતત વીડિયો કોલ અને ફોન કરીને શક કરતો હતો. સાથે જ નોકરી છોડવા માટે અને કોઈની સાથે વાત ન કરવા માટે ધમકી આપતો હતો. જેથી મૃતક કંટાળી ગઈ હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT