Ahmedabad: વાડજમાં બેફામ કારે આંખના પલકારામાં 6 લોકોને કચડ્યા, સામે આવ્યો શોકિંગ CCTV

ADVERTISEMENT

અકસ્માતની તસવીર
Ahmedabad Accident
social share
google news

Ahmedabad Accident: અમદાવાદમાં વધુ એક બેકાબૂ કારે અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિનું મોત થઈ ગયું છે, જ્યારે 5 જેટલા લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે સ્થાનિક લોકોએ કાર ઊંચી કરીને નીચે ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. ઓવરસ્પીડમાં જતી કારના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

73 વર્ષના કાર ચાલકે સર્જ્યો અકસ્માત

શહેરના વાડજ વિસ્તારમાં 73 વર્ષીય વ્યક્તિ કાર લઈને જઈ રહ્યા હતા. જોકે વાડજ સર્કલ નજીક અચાનક કારે ફૂલ સ્પીડમાં સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો અને આગળ રહેલા ટુ-વ્હીલરને અડફેલે લીધા હતા. કારે 3 ટુ-વ્હીલર અને એક રીક્ષાને ટક્કર મારી હતી. જેમાં 3 પુરુષો અને 3 મહિલાઓને ઈજા પહોંચી હતી. જેમાં 55 વર્ષીય ભોગીલાલ પરમારનું મોત થઈ ગયું હતું. 

સ્થાનિકોએ કાર ઊંચી કરીને લોકોને બહાર કાઢ્યા

અકસ્માતમાં ટુ-વ્હીલર ચાલક મહિલા કારની નીચે ફસાઈ ગઈ હતી અને નજીકમાં એકઠા થયેલા લોકોએ કારને એક બાજુથી ઉંચી કરીને બહાર કાઢી હતી, જેમાં લગભગ એક મિનિટનો સમય લાગ્યો હતો. ડ્રાઈવર અમદાવાદના થલતેજથી સોરાબજી મિલ કમ્પાઉન્ડ તરફ જઈ રહ્યો હતો, ત્યારે સ્ટિયરિંગ પરનો કાબૂ ન રહેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ સ્થાનિકોએ તેને પકડીને પોલીસને સોંપી દીધી હતો.

આ પણ વાંચો

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT