Ahmedabad: બેફામ દોડતી AMTS બસે ટુ-વ્હીલર પર જતા આધેડને કચડી નાખ્યા, CCTVમાં કેદ થઈ ઘટના
Ahmedabad AMTS Accident: અમદાવાદમાં બેફામ દોડતી AMTS બસ વધુ એક વાહન ચાલકનો જીવ લીધો છે. મોતની સવારી બનીને માતેલા સાંઢની જેમ દોડતી બસના કારણે શહેરના ભુલાભાઈ પાર્ક ચાર રસ્તા પાસે ટુ-વ્હીલર ચાલકનું મોત નિપજ્યું છે.
ADVERTISEMENT
Ahmedabad AMTS Accident: અમદાવાદમાં બેફામ દોડતી AMTS બસ વધુ એક વાહન ચાલકનો જીવ લીધો છે. મોતની સવારી બનીને માતેલા સાંઢની જેમ દોડતી બસના કારણે શહેરના ભુલાભાઈ પાર્ક ચાર રસ્તા પાસે ટુ-વ્હીલર ચાલકનું મોત નિપજ્યું છે. અકસ્માત સર્જીને બસનો ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. ચોંકાવનારી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ હવે સામે આવ્યા છે. ઘટના બાદ બસ ચાલકને પકડી લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: કિરીટ પટેલે બળતામાં ઘી હોમ્યું! વિવાદિત નિવેદન બાદ કરણી સેનાના આગેવાનનું ભાજપનું ટેન્શન વધારતું એલાન
બેફામ દોડતી બસે લીધો આધેડનો જીવ
અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલા ભુલાભાઈ પાર્ક ચાર રસ્તા પાસે 52 વર્ષિય નવીન પટેલ ટુ-વ્હીલર ચાલક રસ્તો ક્રોસ કરી રહ્યા હતા. આ દરમિયાન જ પૂરપાટ ઝડપે આવતી AMTS બસે તેમને ટક્કર મારી હતી. અકસ્માતમાં બસના આગળ અને પાછલના ટાયર તેમના પરથી ફરી વળતા સ્થળ પર જ તેમનું મોત થઈ ગયું હતું. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
આ પણ વાંચો: Lok Sabha Elections: મહેસાણા લોકસભા બેઠક પર કોની થશે જીત? ભુવાજીએ ધુણતા-ધુણતા કરી મોટી ભવિષ્યવાણી
ફાઈલ લેવા ઘરે જતા હતા અને બસે ટક્કર મારી
વીડિયોમાં જોઈ શકાય છે કે, 19 એપ્રિલના રોજ બનેલી આ સમગ્ર ઘટનામાં અકસ્માત કરીને બસનો ચાલક ઊભા રહેવાને બદલે ત્યાંથી નાસી જાય છે. આ ઘટનાની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે અકસ્માત સર્જનાર બસની એજન્સી અર્હમ ટ્રાવેલ્સ છે. મૃતક નવીન પટેલ બહેરામપુરામાં લાકડાનો વ્યવસાય કરે છે અને ઘટનાના દિવસે તેઓ મિલ પર ગયા હતા અને બાદમાં એક ફાઈલ લેવા માટે પોતાના ઘરે પાછા જઈ રહ્યા હતા. આ દરમિયાન અકસ્માતમાં તેમનું મોત થઈ ગયું હતું. નોંધનીય છે કે, અમદાવાદમાં પાછલા 5 વર્ષમાં AMTS બસે 1215 અકસ્માતો સર્જ્યા છે, જેમાં 56 લોકોના મોત નિપજ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT