Board Result: ગુજરાત બોર્ડ ધો.10 અને 12નું રિઝલ્ટ whatsapp અને SMS દ્વારા આ રીતે કરો ચેક, જુઓ સ્ટેપ બાય સ્ટેપ

ADVERTISEMENT

ધો.10 અને 12નું રિઝલ્ટ કેવી રીતે ચેક કરવું?
Board Result
social share
google news

Gujarat Board Exam News: ગુજરાત બોર્ડની પરીક્ષાઓની કોપી ચેકિંગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. હવે બોર્ડ પરિણામ જાહેર કરવાની તૈયારીમાં વ્યસ્ત છે. ગુજરાત બોર્ડ દ્વારા આયોજિત 10મા ધોરણના વિદ્યાર્થીઓની પરિણામની તારીખ 29 મે 2024 હોઈ શકે છે. બોર્ડની ઉતરવહી ચેક કરવાની પ્રક્રિયા 10 એપ્રિલના રોજ પૂર્ણ થઈ ગઈ છે. જે વિદ્યાર્થીઓએ આ વર્ષે બોર્ડની પરીક્ષા આપી છે તેઓના પરિણામ આડે હવે ગણતરીના દિવસો જ વધ્યા છે ત્યારે હવે બોર્ડે પરીક્ષાના પરિણામ ચેક કરવા માટેની ત્રણ રીતે સુવિધા આપી છે. તો ચાલો આજે આપણે જાણીશું કે તમે કેવી રીતે તમારું પરિણામ ચેક કરી શકો (how to check gujarat board result) છો. 

આ ત્રણ રીતે તમે બોર્ડનું પરિણામ ચેક કરી શકો છો

ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10મા બોર્ડનું પરિણામ ચેક કરવા વિધાર્થીઓની સરળતા માટે ત્રણ સુવિધાઓ તૈયાર કરી છે. ઓફિશિયલ વેબસાઈટ (જે ઓવરલોડને કારણે ક્રેશ થઈ શકે છે અને પરિણામ જોવાની પ્રક્રિયાને અસર કરી શકે છે) તેના પર ભારણ ઘટાડવા માટે પરિણામો તપાસવા માટે વિવિધ પદ્ધતિઓ સેવાઓ વિકસવામાં આવી છે. જે તમામ પદ્ધતિઓ નીચે મુજબ છે.

1. સત્તાવાર વેબસાઇટ (gseb.org) દ્વારા જાણકારી
2. SMS દ્વારા પરિણામની માહિતી
3. WhatsApp દ્વારા સરળતાથી મેળવો પરિણામ

ADVERTISEMENT

ગુજરાત બોર્ડ ધો.10 અને 12ના રિઝલ્ટને લઇને મોટી અપડેટ, ગણતરીના દિવસોમાં જ જાહેર થશે પરિણામ

1. સત્તાવાર વેબસાઇટ (gseb.org) દ્વારા જાણકારી

  • સૌપ્રથમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઇટ (gseb.org) ઓપન કરો 
  • અહીં તેના હોમ પેજ પર તમને પરિણામનો ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરો
  • હવે અહીં સીટ નંબર અને અન્ય જરૂરી વિગત  ભરો
  • ત્યારબાદ સબમીટ બટન પર ક્લિક કરો
  • આટલું કર્યા બાદ જ તમને તમારું રિઝલ્ટ સ્ક્રીન પર જોવા મળી શકે છે

2. ધોરણ 10 અને 12 માં નું રીઝલ્ટ SMS દ્વારા કેવી રીતે ચેક કરવું

ADVERTISEMENT

  • સૌપ્રથમ મેસેન્ઝિંગ એપ્લિકેશન ખોલો
  • નવો SMS  ટાઈપ કરો અને સીટ નંબર લખો, ઉદાહરણ તરીકે SSC 123456  
  • હવે ગુજરાત બોર્ડ દ્વારા SMS દ્વારા આપેલ નંબર 56263 દાખલ કરો
  • SMS મોકલો, હવે ગુજરાત બોર્ડ દ્વારા તમને જવાબ મળે તેની રાહ જુઓ

3.ધોરણ 10 અને 12 નું રિઝલ્ટ WhatsApp દ્વારા ચેક કરવું

ADVERTISEMENT

  • તમારા ફોનમાં ગુજરાત બોર્ડ દ્વારા આપવામાં આવેલ whatsapp નંબર 6357300971 સેવ કરો.
  • હવે આ નંબર પર whatsapp કરો.સૌ પ્રથમ Hii લખીને મોકલો
  • હવે અહીં તેમના દ્વારા તમને જવાબ મળશે તે માહિતી પ્રમાણે આગળ વધો.
  • તમારો બોર્ડનો સીટ નંબર અહીં દાખલ કરવા માટે કહેશે, જે દાખલ કરો 
  • ત્યારબાદ તમને GSEB 10 માં પરિણામ ધરાવતો એક બીજો મેસેજ મળશે.
  • આ રીતે તમે તમારું પરિણામ whatsapp દ્વારા મેળવી શકો છો

આ વર્ષે પરિણામ વહેલું જાહેર થશે


સામાન્ય રીતે ગુજરાત બોર્ડના ધોરણ 10 અને 12ના પરિણામ મે મહિના સુધીમાં જાહેર કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે લોકસભાની ચૂંટણીના શેડ્યૂલને કારણે બોર્ડના પરિણામ એક મહિના અગાઉ જાહેર કરવામાં આવશે. આ વખતે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પરીક્ષા દરમિયાન જ ઉત્તરવહી ચકાસણીની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરિણામે આ વખતે બોર્ડના વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ તપાસવાની કામગીરી 10મી એપ્રિલ સુધીમાં પૂર્ણ કરવામાં આવી છે. તેથી, હવે પરિણામ તૈયાર કરવામાં આવી રહ્યું છે અને ટૂંક સમયમાં જ ગુજરાત બોર્ડ દ્વારા પરિણામની તારીખ જાહેર કરવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા વિદ્યાર્થીઓને પરિણામો પહોંચાડવામાં આવશે.

Big Breaking: જૂનિયર-સિનિયર ક્લાર્ક સહિતની પરીક્ષા સ્થગિત, ક્યારે જાહેર કરાશે નવી તારીખ?

    follow whatsapp

    ADVERTISEMENT