Multibagger Stocks: ડબલ-ટ્રિપલ છોડો...આ શેરે આપ્યું 1400 ટકા રિટર્ન, રોકાણકારોને 'મોજે દરિયા'

ADVERTISEMENT

Multibagger Stock
રોકાણકારોને જલસા પડી ગયા
social share
google news

Multibagger Stock: શેરબજાર  (Share Market)માં રોકાણકારોને માલામાલ કરનારા મલ્ટીબેગર  સ્ટોક્સ  (Multibagger Stock)ની યાદી લાંબી છે. આમાંથી કેટલાકે લૉન્ગ ટર્મમાં, તો કેટલાકે ખૂબ જ ઓછા સમયમાં રોકાણકારો પર પૈસાનો વરસાદ કર્યો છે.  આવો જ એક શેર છે ત્રિવેણી ટર્બાઈન (Triveni Turbine Share), જેની કિંમત માત્ર ત્રણ વર્ષમાં જ 97 રૂપિયાથી વધીને તોફાની તેજીની સાથે 564 રૂપિયા પર પહોંચી ગઈ છે. આ શેરમાં રોકાણ કરનારાઓને શાનદાર રિટર્ન મળ્યું છે. તેણે એક લાખ રૂપિયાના 5 લાખ રૂપિયા બનાવી દીધા છે. 

ત્રણ વર્ષમાં જ 474 ટકાનું રિટર્ન

ત્રિવેણી ટર્બાઈન (Triveni Turbine)ના શેરે છેલ્લા ત્રણ વર્ષમાં રોકાણકારોને 474 ટકાનું જોરદાર રિટર્ન આપ્યું છે. 14 મે 2021ના રોજ આ Turbine Ltd Shareની કિંમત 96.65 રૂપિયા હતી, પરંતુ મંગળવારે 4 મે 2024ના રોજ આ શેરનો ભાવ 565.95 રૂપિયાના સ્તરે પહોંચી ગયો. આ પ્રમાણે કેલક્યુલેશન કરીએ તો ત્રણ વર્ષ પહેલા જો કોઈ રોકાણકારે આ કંપનીના શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હશે અને અત્યાર સુધી તેમણે શેર રાખી મૂક્યા હશે, તો રોકાણકારોની રકમ વધીને 5.74 લાખ રૂપિયા થઈ ગઈ હશે. એટલે કે પૈસા લગાવનારાઓની રકમ આ ત્રણ વર્ષમાં 5 ગણી વધી ગઈ છે.  

આ પણ વાંચોઃ Winsol Engineers SME IPO: જોરદાર IPO... મિનિટોમાં 1 લાખના થયા 5 લાખ રૂપિયા, શેરબજારમાં ધમાકેદાર એન્ટ્રી

 

ADVERTISEMENT

એક વર્ષમાં 38.24 ટકાનો વધારો

મંગળવારે શેર બજાર  (Stock Market)માં ટ્રેડિગ શરૂ થતાં  Triveni Turbine Share 557 રૂપિયાના સ્તરે ખુલ્યો હતો અને 565.95 રૂપિયાના હાઈ લેવલને સ્પર્શવાની સાથે જ 548 રૂપિયાના લો લેવલ સુધી પહોંચ્યો હતો. આ કંપનીની માર્કેટ કેપિટલાઈઝેશન 17640 કરોડ રૂપિયા છે. આ પાવર સ્ટોક તેના રોકાણકારો માટે ફાયદાનો સોદો સાબિત થઈ રહ્યો છે. આ વર્ષ 2024માં અત્યાર સુધીમાં ત્રિવેણી ટર્બાઈનના શેરની કિંમતમાં 32 ટકાનો વધારો થયો છે, જ્યારે છેલ્લા એક વર્ષમાં આ શેરમાં 38.24 ટકાનો વધારો થયો છે. ત્રિવેણી ટર્બાઇન લિમિટેડ એ ઔદ્યોગિક સ્ટીમ ટર્બાઇન ઉત્પાદક છે. કંપની મુખ્યત્વે વીજ ઉત્પાદન સાધનોના ઉત્પાદન અને સપ્લાયના બિઝનેસ સાથે સંકળાયેલી છે. 

આ પણ વાંચોઃ Bank Loan: એકય બેંક લોન આપવાની ના નહીં પાડે...બસ આ બાબતોનું રાખો ધ્યાન

 

ADVERTISEMENT

Sakuma Exports એ 700% રિટર્ન આપ્યું 

મલ્ટિબેગર સ્ટોક (Multibagger Share) ની યાદીમાં બીજુ નામ એક પેની સ્ટોકનું છે. સકુમા એક્સપોર્ટ્સ શેર્સ (Sakuma Exports Shares), દલાલ સ્ટ્રીટ પર લિસ્ટેડ એક પેની સ્ટોક છે, જે રોકાણકારો માટે પૈસા છાપવાનું મશીન સાબિત થયો છે. આ શેરની કિંમત છેલ્લા 4 વર્ષમાં જ 3.33 રૂપિયાથી વધીને 27.50 રૂપિયા પર પહોંચી ચૂકી છે. આ પ્રમાણે આ સમયગાળામાં પૈસા લગાવનારા રોકાણકારોને 700 ટકાથી વધારેનું રિટર્ન મળ્યું છે. મંગળવારે આ સ્મોલકેપ કંપનીનો શેર 1.48 ટકાના વધારા સાથે બંધ થયો હતો.

ADVERTISEMENT

આ પણ વાંચોઃ PNB બેંકમાં છે તમારું એકાઉન્ટ, તો થઈ જાવ એલર્ટ...એક જ મહિનામાં બંધ થઈ જશે એકાઉન્ટ!

 

Share India Securitiesની કમાલ 

રોકાણકારોને ખૂબ જ ઓછા સમયમાં જ શાનદાર રિટર્ન આપનાર ત્રીજો શેર  Share India Securities Ltd કંપનીનો છે. છેલ્લા ચાર વર્ષમાં આ શેર 1400 ટકાથી વધુ વધ્યો છે. આ શેરની કિંમત 25 સપ્ટેમ્બર 2020ના રોજ 103 રૂપિયા હતી અને હવે તે 1626 રૂપિયાના સ્તરે આવી ગઈ છે. આ મુજબ આ સમયગાળા દરમિયાન આ સ્ટૉકમાં નાણાં રોકનારાઓને 1465.97 ટકા વળતર મળ્યું છે.


નોંધ- શેર બજારમાં રોકાણ કરતા પહેલા તમારા માર્કેટ એક્સપર્ટ્સની સલાહ જરૂર લો. 

    follow whatsapp

    ADVERTISEMENT