Jioના આ છે 5 સસ્તા Booster Plans, માત્ર 15 રૂપિયામાં મેળવો ડેઈલી ડેટા લિમિટથી છુટકારો

ADVERTISEMENT

Jio Data Booster Plan
Jioના આ છે 5 સસ્તા Booster Plans
social share
google news

Jio Data Booster Plan: આજકાલ ઓનલાઈન કનેક્ટેડ રહેવું એ માત્ર મોજ-મસ્તી જ નથી, પરંતુ જરૂરી બની ગયું છે. દરરોજ ઈન્ટરનેટ ડેટા ખતમ થવો માથાનો દુખાવો બની ગયો છે. પછી ભલે કોઈ કામ હોય, સોશિયલ મીડિયા હોય, UPI પેમેન્ટ હોય કે પછી મનપસંદ શૉનું સ્ટ્રીમિંગ હોય, ડેટા ખતમ થવાથી આ તમામ કામો અટવાઈ શકે છે. જોકે, રિલાયન્સ જિયો અનેક પ્રકારના પ્રીપેડ ડેટા બૂસ્ટર પ્લાન ઓફર કરે છે, જે તમને આ ડેઈલી ડેટા લિમિટથી છુટકરો અપાવી શકે છે. ચાલો જાણીએ 5 સસ્તા બુસ્ટર પ્લાન વિશે...

Jio 15 Rupees Plan

જે યુઝર્સને જલદી ડેટા ટોપ-અપની જરૂર હોય, તેમના માટે 15 રૂપિયાનો પ્લાન બેસ્ટ ઓપ્શન છે. તેમાં 1 જીબી ડેટા મળે છે અને તે ત્યાં સુધી વેલિડ રહે છે, જ્યાં સુધી તમારો વર્તમાન પ્લાન ચાલુ છે. આ પ્લાન તે લોકો માટે બેસ્ટ છે, જેમણે દિવસભર કામ કરવા માટે અમુક ડેટાની જરૂર છે.

Jio 19 Rupees Plan

19 રૂપિયાનો પ્લાન 1.5 જીબી ડેટાની સાથે થોડો વધારે ડેટા બુસ્ટ આપે છે. 15 રૂપિયાના પ્લાનની જેમ તેની વેલિડિટી તમારા એક્ટિવ પ્લાન જેટલી જ છે, આ તે યુઝર્સને માટે બેસ્ટ ઓપ્શન બની જાય છે, જેમને થોડા વધારે ડેટાની જરૂર છે. 

આ પણ વાંચો

ADVERTISEMENT

Jio 25 Rupees Plan

જે યુઝર્સને વધારે ડેટાની જરૂર છે, તેમના માટે 25 રૂપિયાનો પ્લાન 2 જીબી ડેટા સાથે આવે છે. આ પ્લાન ડેટા જલદી ખતમ થવાના ટેન્શનને ખતમ કરી દેશે. તેમાં તમે કોઈ વિક્ષેપ વિના બ્રાઉઝિંગ અથવા સ્ટ્રીમિંગ ચાલુ રાખી શકો છો. તેની વેલિડિટી પણ તમારા વર્તમાન પ્લાન જેટલી જ હશે.

Jio 29 Rupees Plan

જો તમને 2 જીબી ડેટા પણ ઓછો લાગે છે, તો 29 રૂપિયાનો પ્લાન 2.5 જીબી ડેટા આપે છે. આ પ્લાન એવા યુઝર્સ માટે પરફેક્ટ છે જેઓ તેમની દૈનિક ડેટા લિમિટમાંથી છૂટકારો મેળવવા માગે છે. તેમાં તમે નોન સ્ટોપ ઈન્ટરનેટ એક્સેસ કરી શકો છો. આ પ્લાનની માન્યતા તમારા હાલના પ્લાન સાથે સિંક રહે છે.

ADVERTISEMENT

Jio 61 Rupees Plan

જેમને વધુ ડેટાની જરૂર છે તેમના માટે 61 રૂપિયાનો પ્લાન 6 જીબી વધારાનો ડેટા ઓફર કરે છે. આ પ્લાન ખાસ કરીને એવા લોકો માટે ઉપયોગી છે જેઓ ઘણો ડેટા વાપરે છે.
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT