Bajajએ લોન્ચ કરી દુનિયાની પહેલી CNG બાઈક, માઈલેજથી લઈને કિંમત સુધીની તમામ વાતો જાણો
Bajaj Freedom CNG Bike: બજાજ ઓટોએ ભારતીય બજારમાં વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ લોન્ચ કરી છે. વિશ્વની આ પ્રથમ CNG બાઇકનું નામ Freedom છે. બજાજ ઓટોએ આ બાઇકની સેફ્ટી સાથે કોઇ બાંધછોડ કરી નથી અને તેને માર્કેટમાં લોન્ચ કરતા પહેલા આ બાઇકે 11 અલગ-અલગ સેફ્ટી ટેસ્ટ પાસ કરી છે.
ADVERTISEMENT
Bajaj Freedom CNG Bike: બજાજ ઓટોએ ભારતીય બજારમાં વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ લોન્ચ કરી છે. વિશ્વની આ પ્રથમ CNG બાઇકનું નામ Freedom છે. બજાજ ઓટોએ આ બાઇકની સેફ્ટી સાથે કોઇ બાંધછોડ કરી નથી અને તેને માર્કેટમાં લોન્ચ કરતા પહેલા આ બાઇકે 11 અલગ-અલગ સેફ્ટી ટેસ્ટ પાસ કરી છે.
1 રૂપિયામાં 1 KM દોડશે બાઈક!
કંપનીએ Bajaj Freedom સીએનજી બાઇકની પાંચ ખાસ ફીચર્સનો ઉલ્લેખ કર્યો છે જે તેને સૌથી ખાસ બનાવે છે. પ્રથમ કન્ટેમ્પરરી સ્ટાઇલ, બીજું ઈનોવેટિવ ટેક પેકેજિંગ, ત્રીજું મોટી સીટ, ચોથું રોબોસ્ટ ટ્રેલીસ ફ્રેમ અને પાંચમું લિંક્ડ મોનોશોક. બજાજ ફ્રીડમ સીએનજીના લોન્ચિંગ ઈવેન્ટ દરમિયાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે સીએનજી ટુ-વ્હીલર ચલાવવાનો ખર્ચ પ્રતિ કિલોમીટર 1 રૂપિયા હશે.
બજાજ ફ્રીડમ CNG બાઈકના ફીચર્સ
બજાજ ઓટોની આ ફ્રીડમ સીએનજી બાઈકમાં 2 કિલોનો સીએનજી સિલિન્ડર અને 2 લીટરની પેટ્રોલની ટાંકી છે. આ સિવાય કંપનીએ વધુ સારી સુવિધા માટે લિંક્ડ મોનોશોકનો ઉપયોગ કર્યો છે.
ADVERTISEMENT
ભારતમાં બજાજ ફ્રીડમ CNG બાઇકની કિંમત
બજાજ ઓટોએ 95 હજાર રૂપિયાની શરૂઆતની કિંમત સાથે ગ્રાહકો માટે વિશ્વની પ્રથમ CNG બાઇક બજારમાં ઉતારી છે. આ બાઇકને 7 અલગ-અલગ રંગોમાં લોન્ચ કરવામાં આવી છે અને તમને આ બાઇક ત્રણ વેરિયન્ટમાં મળશે. આ બાઇકનું બેઝ ડ્રમ વેરિઅન્ટ રૂ. 95 હજાર, ડ્રમ એલઇડી વેરિએન્ટ રૂ. 1.05 લાખ (એક્સ-શોરૂમ) અને ટોપ ડિસ્ક વેરિએન્ટ રૂ. 1.10 લાખ (એક્સ-શોરૂમ)માં ઉપલબ્ધ થશે.
ADVERTISEMENT
બજાજ ફ્રીડમમાં CNG ટાંકી ક્યાં આપવામાં આવે છે?
સૌથી મોટી વાત એ હતી કે સીએનજી સિલિન્ડર ક્યાં મૂક્યો છે? કંપનીએ સીએનજી સિલિન્ડરને સીટની નીચે રાખ્યો છે. ચાલો જાણીએ કે આ બાઇક કેટલા કિલોમીટર માઇલેજ આપશે?
ADVERTISEMENT
બજાજ ફ્રીડમની CNG માઇલેજ
આ બાઇકમાં 125 cc સિંગલ સિલિન્ડર એન્જિન છે જે પેટ્રોલ અને CNG બંને પર ચાલી શકે છે. બજાજ ઓટોનો દાવો છે કે આ બાઇક સાથે ગ્રાહકોને બંને ઇંધણ પર કુલ 330 કિલોમીટર સુધીની માઇલેજ મળશે. પેટ્રોલથી સીએનજી અને સીએનજીથી પેટ્રોલમાં જવા માટે બાઇકમાં એક બટન આપવામાં આવ્યું છે, જે આ કામને સરળ બનાવશે.
બાઈક રૂ.75,000ની બચત કરશે
બજાજ ઓટોનો દાવો છે કે આ બાઈકની રનિંગ કોસ્ટ કોઈપણ પેટ્રોલ મોડલની તુલનામાં ખૂબ ઓછી છે. રોજિંદા વપરાશ દરમિયાન તેમાં અન્ય બાઈકની સરખામણીમાં 50 ટકા ખર્ચ ઓછો થશે.આ દ્રષ્ટિએ બાઈકના ઉપયોગ દરમિયાન વાહન માલિકને આગામી 5 વર્ષમાં લગભગ 75,000 રૂપિયા સુધીની બચત થઈ શકે છે.
ADVERTISEMENT