Elon Musk India Visit: એલન મસ્કનો ભારત પ્રવાસ હાલ મોકૂફ, બહાર આવ્યું મોટું કારણ!

ADVERTISEMENT

Elon Musk
Elon Musk નો ભારત પ્રવાસ હાલ મોકૂફ
social share
google news

Tesla CEO Elon Musk postpones India visit: ટેસ્લાના CEO એલન મસ્કની ભારત મુલાકાતને લઈ સૌથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર,   એલન મસ્કની ભારત મુલાકાત મોકૂફ રાખવામાં આવી છે. જો કે મુલાકાત મુલતવી રાખવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, એવું માનવામાં આવે છે કે ટેસ્લાના પ્રથમ ક્વાર્ટરના પ્રદર્શન અંગેના પ્રશ્નોના જવાબ આપવા માટે 23 એપ્રિલે યુએસમાં કોન્ફરન્સ કોલને કારણે મસ્કની મુલાકાત મોકૂફ રાખવામાં આવી છે. અગાઉ મસ્કે પોતે એક્સ પર એક પોસ્ટ દ્વારા કહ્યું હતું કે, તેઓ PM મોદીને મળવા માટે ઉત્સાહિત છે. 

ટેસ્લાના CEO એલોન મસ્ક ભારત પ્રવાસ મોકૂફ

ટેસ્લાના CEO એલોન મસ્ક 21 અને 22 એપ્રિલે ભારત આવવાના હતા. જોકે, CNBC-TV18ના એક રિપોર્ટ અનુસાર હાલ તેને મોકૂફ રાખવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ભારતની મુલાકાત દરમિયાન એલન મસ્ક પીએમ નરેન્દ્ર મોદીને મળવાના હતા. આ સમય દરમિયાન તેઓ ભારતીય બજારમાં પ્રવેશવાની યોજનાની જાહેરાત કરવાના હતા.  

આ કારણે  એલન મસ્કનો પ્રવાસ સ્થગિત!

CNBC-TV18એ 20 એપ્રિલે પોતાના અહેવાલમાં જણાવ્યું હતું કે, ટેસ્લાના CEO એલોન મસ્ક હજુ ભારત આવી રહ્યા નથી. 23 એપ્રિલે ટેસ્લાના ત્રિમાસિક પરિણામો વિશે માહિતી આપવા માટે હાજર રહેશે. બીજી તરફ, એવું કહેવામાં આવી રહ્યું હતું કે ઇલોન મસ્ક 21 અને 22 એપ્રિલના રોજ ભારતની મુલાકાત લઈ શકે છે, પરંતુ ટેસ્લાના પરિણામો પછી, આ પ્રવાસ આગળ સ્થગિત કરવામાં આવી શકે છે.

ADVERTISEMENT

શા માટે આ પ્રવાસ ભારત માટે આ મહત્વનો હતો?

તેમના આ પ્રવાસમાં એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે ભારતમાં ટેસ્લાના પ્રવેશ, રોકાણ અને નવી ફેક્ટરી ખોલવાની તેમની યોજનાઓ અંગે કોઈ જાહેર થઈ શકે છે. એવી પણ માહિતી મળી રહી હતી કે,  મસ્ક 20-30 અબજ ડોલરના રોકાણના રોડમેપ વિશે ચર્ચા થવાની હતી. મસ્કના રોકાણ માટે દિલ્હીની ઓબેરોય હોટલમાં તૈયારીઓ કરવામાં આવી હતી. દિલ્હીમાં વડાપ્રધાન કાર્યાલયમાં પીએમ મોદી સાથે તેમની મુલાકાતની ચર્ચા હતી. 

    follow whatsapp

    ADVERTISEMENT