DTH કંપનીઓની ઉડી ઊંઘ...Jioએ ફરી કર્યો મોટો ખેલ! 13+ OTT અને 800થી વધારે ટીવી ચેનલ્સ ફક્ત એક જ APPમાં

Gujarat Tak

ADVERTISEMENT

JioTV+ App For Smart TV
DTH કંપનીઓની Jioએ ઉડાવી ઊંઘ
social share
google news

JioTV+ App For Smart TV: ભારતની દિગ્ગજ ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર રિલાયન્સ જિયોએ તેના કરોડો ગ્રાહકોને ફરી એકવાર મોટી ભેટ આપી છે. જી હાં, આ વખતે કંપની ટીવી માટે એક જોરદાર એપ્લિકેશન લઈને આવી છે. જેણે DTH કંપનીઓની ઊંઘ ઉડાવી દીધી છે. ખરેખર, આ વખતે કંપની JioTV+ એપ લાવી છે. JioTV+ એપ પહેલા Jio સેટ-ટોપ બોક્સ સુધી લિમિટેડ હતી, જે (Jio સેટ-ટોપ બોક્સ) JioFiber અથવા Jio AirFiber કનેક્શન સાથે આવતું હતું, પરંતુ હવે તમે તેને Android TV, Apple TV અને Amazon Fire OSવાળા ટીવીમાં સરળતાથી ઈન્સ્ટોલ કરી શકો છો.

800થી વધારે ડિજિટલ ટીવી ચેનલ્સ

કંપની દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, ગ્રાહકોને આ એપમાં 800થી વધુ ડિજિટલ ટીવી ચેનલ્સનું ઍક્સેસ મળશે, જે ન્યૂઝ, એન્ટરટેઇનમેન્ટ, સ્પોર્ટ્સ, મ્યૂઝિક, બિઝનેસ સહિત ઘણી કેટેગરીમાં 10થી વધારે ભાષાઓ અને 20 સ્ટાઈલ્સમાં ઉપલબ્ધ હશે. JioFiber અને Jio AirFiberના યુઝર્સ આમાં 13+ OTT સર્વિસ જેમ કે  JioCinema Premium, Disney+ Hotstar, Zee5, Sony LIV, Hoichoi, SunNXT, Discovery+, Fancode, Lionsgate Play, ShemarooMe, ETV Win, Eros Now, Alt Balaji થી પણ કન્ટેન્ટ સ્ટ્રીમ કરી શકે છે. 


સિંગલ સાઈન-ઈન પર મળશે ફૂલ મજા!

JioTV+ કન્ટેન્ટ સુધી પહોંચવા માટે સિંગલ સાઈન-ઈન પર કામ કરશે. આ સ્માર્ટ ટીવી રિમોટ કમ્પેટિબિલિટી, કન્ટેન્ટ માટે સ્માર્ટ ફિલ્ટર્સ અને ચેનલ અને પ્રોગ્રામ્સ શોધવા માટે સ્માર્ટ ગાઈડ પણ ઑફર કરશે. સાથે જ યુઝર્સ ઓન-ડિમાન્ડ કન્ટેન્ટની પ્લેબેક સ્પીડને કંટ્રોલ કરી શકે છે. JioTV+ એપમાં ‘કિડ્સ સેફ’ ઝોન પણ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

આ પ્લાન્સમાં ચાલશે JioTV+

JioTV+ એપ Android TV, Apple TV અને Amazon Fire TV પ્લેટફોર્મ પર ઓફિશિયલ એપ સ્ટોર પર ઉપલબ્ધ થશે. LG TVs માટે સપોર્ટ ટૂંક સમયમાં શરૂ થવાના સમાચાર છે. એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી તમે તમારા JioFiber અથવા Jio AirFiber સાથે લિંક કરેલ મોબાઇલ નંબર દાખલ કરીને JioTV+ નો આનંદ માણી શકો છો. જોકે, આ એક્સપીરિયન્સ માત્ર પસંદગીના પ્લાન્સ AirFiber અને JioFiber પૂરતો મર્યાદિત છે. જોકે, માત્ર Jio AirFiber, JioFiber પ્રીપેડ 999 રૂપિયા અને તેનાથી વધુના પ્લાન અને  JioFiber પોસ્ટપેડ 599 રૂપિયા અને તેનાથી વધારે પ્લાન જ નવી એપને એક્સેસ કરી શકે છે. 
 

    follow whatsapp

    ADVERTISEMENT