લૂંટી લો આ ઓફર! iPhone 15 સહિત ઘણા મોડલ્સના ઘટ્યા ભાવ, જાણો ક્યો ખરીદવો

ADVERTISEMENT

Apple iPhone 15 Price Drop
શાનદાર ઓફર!
social share
google news

Apple iPhone 15 Price Drop: શું તમે પણ લાંબા સમયથી નવો iPhone ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. અત્યારે iPhone 15, iPhone 13 અને iPhone 14 Plus કેટલાક ઓનલાઈન પ્લેટફોર્મ પર મોટા ડિસ્કાઉન્ટ સાથે મળી રહ્યા છે. પ્લસ અને iPhone 15 મૉડલની કિંમતમાં ભારે ઘટાડો થયો છે, જે આ ડીલને ખૂબ જ શાનદાર બનાવે છે. iPhone 13 એપલનું ખૂબ જ લોકપ્રિય ડિવાઈસ છે અને તેના પર ડિસ્કાઉન્ટ પણ મળે છે. તો ચાલો જાણીએ અત્યારે ક્યો પોન ખરીદવો અને લેટેસ્ટ ઓફર્સ કઈ ચાલી રહી છે... 

iPhone 15, iPhone 13 અને iPhone 14 Plusની ભારતમાં કિંમત


 
- સૌથી પહેલા iPhone 13 વિશેની વાત કરીએ તો આ Amazon પર કોઈ ઓફર વગર 52,890 રૂપિયા પર લિસ્ટ કરવામાં આવ્યો છે. આ iPhoneની હાલની કિંમત 59,900 રૂપિયા છે, એટલે ગ્રાહકોને તેના પર 7,010 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. 

- એજ રીતે iPhone 14 Plus ફ્લિપકાર્ટ પર 61,999 રૂપિયા પર વેચવામાં આવી રહ્યો છે અને આ જ ફોન બીજા ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ઘણી ઊંચી કિંમતે વેચાઈ રહ્યો છે. પ્લસ મૉડલની વર્તમાન કિંમત 79,900 રૂપિયા છે, એટલે કે ફ્લિપકાર્ટની કિંમત 17,901 રૂપિયા ઓછી છે. આટલું જ નહીં iPhone 15ની કિંમત પણ સેલમાં 67,999 રૂપિયા થઈ ગઈ છે, જે તેની લોન્ચિંગ પ્રાઈઝ 79,900 રૂપિયા કરતા ઘણી ઓછી છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

ક્યો ફોન લેવો જોઈએ?

2021માં લૉન્ચ થયેલો iPhone 13 તેની કિંમતના કારણે એક સારો વિકલ્પ બન્યો છે. તેમાં A15 બાયોનિક ચિપ, 6.1-ઈંચની સુપર રેટિના XDR ડિસ્પ્લે અને સેન્સર-શિફ્ટ ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશનની સાથે ડ્યુઅલ 12MP કેમેરા છે. તેની બેટરી લાઈફ સારી છે અને તે 5G કનેક્ટિવિટીને પણ સપોર્ટ કરે છે. 

આઈફોન 15 કેવી રીતે સારો છે?

જે લોકો લગભગ 70,000 રૂપિયા ખર્ચ કરી શકે છે, તેમણે  લેટેસ્ટ iPhone 15 ખરીદવો જોઈએ. તે ઘણા લેટેસ્ટ ફીચર્સ સાથે A16 બાયોનિક ચિપથી સજ્જ છે, જે શાનદાર પરફોર્મન્સ આપે છે. ડિવાઈસમાં 6.1-ઈંચની ડિસ્પ્લે છે, તેમાં હવે પ્રોમોશન ટેક્નોલોજી છે જેનાથી સ્ક્રોલિંગન સરળ થાય છે. કેમેરા સિસ્ટમમાં ઘણા મોટા અપગ્રેડ કરવામાં આવ્યા છે, જેમાં એક નવું 48MP મેન સેન્સર અને એડવાન્સ કોમ્પ્યુટેશનલ ફોટોગ્રાફી મળે છે, જે iPhone 13 કરતાં વધુ સારું આઉટપુટ આપી શકે છે. આના સિવાય iPhone 15માં USB-C ચાર્જિંગ છે.

ADVERTISEMENT

બેટરીમાં આ મોડલ બેસ્ટ

બંને વચ્ચે  iPhone 14 Plus, તે લોકો માટે બેસ્ટ ડીલ છે જેઓ મોટી સ્ક્રીન પસંદ કરે છે. આમાં 6.7 ઈંચની ડિસ્પ્લે અને iPhone 13માં મળતી  A15 બાયોનિક ચિપ છે, પરંતુ શાનદાર પરફોર્મન્સ આપવામાં તેનો કોઈ જવાબ જ નથી. કેમેરા સિસ્ટમ iPhone 13 જેવી જ છે. તેની સૌથી ખાસ વિશેષતા તેની બેટરી લાઇફ છે, જે 26 કલાક સુધી વીડિયો પ્લેબેક ઓફર કરે છે, જે ત્રણેયમાં બેસ્ટ છે.
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT