'આગામી બજેટમાં મોટા આર્થિક નિર્ણયો લેવાશે', રાષ્ટ્રપતિનું મોટું નિવેદન

ADVERTISEMENT

Budget 2024
બજેટ 2024
social share
google news

President Droupadi Murmu Statement on Union Budget 2024 : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 18મી લોકસભામાં પ્રથમ વખત બંને ગૃહોની સંયુક્ત બેઠકને પોતાના સંબોધનમાં કહ્યું કે, 'આગામી સંસદ સત્રમાં સરકાર દ્વારા રજૂ કરવામાં આવનાર બજેટ ભવિષ્યલક્ષી પરિપ્રેક્ષ્ય સાથે રજૂ કરવામાં આવશે.

રાષ્ટ્રપતિએ કહ્યું, "બજેટમાં મોટા આર્થિક અને સામાજિક નિર્ણયો લેવામાં આવશે અને ઘણા ઐતિહાસિક પગલાં લેવામાં આવશે. દેશના લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે સુધારાની ગતિ વધારવામાં આવશે."

રાષ્ટ્રપતિએ કહ્યું કે, 'કેન્દ્ર સરકાર માને છે કે રોકાણ માટે રાજ્યો વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા હોવી જોઈએ. સ્પર્ધાત્મક સહકારી સંઘવાદની ભાવના હોવી જોઈએ.'

આ પણ વાંચો

ADVERTISEMENT

'ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ'

રાષ્ટ્રપતિએ કહ્યું કે, 'ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે અને છેલ્લા 10 વર્ષમાં સરેરાશ 8 ટકા વૃદ્ધિ થઈ છે, જોકે આ સામાન્ય સમયગાળો નહોતો.'

રાષ્ટ્રપતિએ કહ્યું, 'આ વૃદ્ધિ દર વિશ્વના વિવિધ ભાગોમાં વૈશ્વિક રોગચાળા અને સંઘર્ષ વચ્ચે હાંસલ કરવામાં આવ્યો છે. તે છેલ્લા 10 વર્ષમાં હાથ ધરવામાં આવેલા સુધારાનું પરિણામ છે. વૈશ્વિક વિકાસમાં એકલા ભારતે 15 ટકા યોગદાન આપ્યું છે. મારી સરકાર ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા માટે કામ કરી રહી છે.'

ADVERTISEMENT

આ પણ વાંચો- દેશના વૃદ્ધો માટે Good News, સંસદમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કરી મોટી જાહેરાત

ADVERTISEMENT

'આવનારા બજેટમાં ઐતિહાસિક પગલા લેવાશે'

રાષ્ટ્રપતિએ કહ્યું, 'મારી સરકાર વિકાસની ગતિને સતત વેગ આપી રહી છે. ભારતનો ભાગ્યે જ કોઈ એવો ભાગ હશે જ્યાં વિકાસ નહીં થયો હોય. વિકાસની સાતત્ય એ અમારી ગેરંટી છે અને આવનારા બજેટમાં ઐતિહાસિક પગલાં જોવા મળશે.'

ખેડૂતોનો ઉલ્લેખ કરતાં રાષ્ટ્રપતિએ કહ્યું, '20,000 કરોડ રૂપિયા ખેડૂતોને ટ્રાન્સફર કરવામાં આવ્યા. અમે ખેડૂતોને વધુને વધુ આત્મનિર્ભર બનાવીશું. મારી સરકાર મહિલાઓના વિકાસ પર ધ્યાન આપી રહી છે. મારી સરકાર મહિલાઓના લાભ માટે આવી ઘણી યોજનાઓ લાવી છે, જે તેમના માટે અસરકારક સાબિત થઈ રહી છે.'
 

 

    follow whatsapp

    ADVERTISEMENT