Tenure of Governors: દેશના 9 રાજ્યોમાં રાજ્યપાલોનો કાર્યકાળ જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે પૂરો થઈ રહ્યો છે. આ તમામ રાજ્યોમાં આગામી રાજ્યપાલ કોણ હશે તેને લઈને અટકળોનો દોર શરૂ થઈ ગયો છે. ઉત્તર પ્રદેશમાં આનંદી બેન પટેલ, રાજસ્થાનમાં કલરાજ મિશ્રા, ગુજરાતમાં આચાર્ય દેવવ્રત, કેરળમાં આરીફ મોહમ્મદ ખાન, હરિયાણામાં બંડારુ દત્તાત્રેય, મહારાષ્ટ્રમાં રમેશ બૈસ, મણિપુરમાં અનુસુયા ઉઇકે, મેઘાલયમાં ફાગુ ચૌહાણ અને પંજાબમાં બનવારી લાલ પુરોહિત રાજ્યપાલ છે. આગામી બેથી ત્રણ મહિનામાં કાર્યકાળ પૂરો થશે.
ADVERTISEMENT
આ નેતાઓના નામ રાજ્યપાલની રેસમાં
પંજાબના ગવર્નર અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના પ્રશાસક બનવારી લાલ પુરોહિતે પોતાનું રાજીનામું આપી દીધું છે, જે હજુ સુધી સ્વીકારવામાં આવ્યું નથી. ભાજપે આ વખતે લોકસભા ચૂંટણીમાં તેના ઘણા વરિષ્ઠ નેતાઓને મેદાનમાં ઉતાર્યા નથી. આવી સ્થિતિમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ભાજપ પાર્ટી આ નેતાઓને રાજ્યપાલ બનાવી શકે છે. બીજેપીએ બિહારમાં અશ્વિની ચૌબે, ઉત્તર પ્રદેશમાં વીકે સિંહ, દિલ્હીમાં ડૉ.હર્ષવર્ધન અને આવા અનેક વરિષ્ઠ નેતાઓને ટિકિટ આપી નથી. આ તમામ નેતાઓ રાજ્યપાલ બનવાની રેસમાં છે.
કયાંક ફરી પેપર લેવા તો ક્યાંક નોકરીની માંગ....દેશનું 'ભાવિ' રસ્તા પર ગોથાખાતું અને સરકાર મૌન!
ભાજપના સાંસદ હતા પણ આ વખતે ટિકિટ કપાય?
તમને જણાવી દઈએ કે જનરલ વીકે સિંહ (નિવૃત્ત), ડૉ. હર્ષ વર્ધન અને અશ્વિની ચૌબે ગત લોકસભામાં ભાજપના સાંસદ તરીકે હાજર રહ્યા હતા. ત્રણેયને કેન્દ્રીય કેબિનેટમાં પણ સામેલ કરવામાં આવ્યા હતા. વીકે સિંહ ગાઝિયાબાદ, હર્ષવર્ધન ચાંદની ચોક અને અશ્વિની ચૌબે બક્સરથી 2014 અને 2019માં સતત બે વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. વીકે સિંહે મોદી સરકારમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય, નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને વિદેશ મંત્રાલયમાં રાજ્ય મંત્રી તરીકે સેવા આપી છે. જ્યારે હર્ષ વર્ધન કેન્દ્રની મોદી સરકારમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અને પૃથ્વી વિજ્ઞાન મંત્રી રહી ચુક્યા છે.
આ રાજ્યપાલનો કાર્યકાળ વધી શકે છે
અશ્વિની ચૌબેએ મોદી સરકારમાં ઉપભોક્તા બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ અને પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયમાં રાજ્યમંત્રીનો હવાલો સંભાળ્યો છે. સૂત્રોનું માનીએ તો કેન્દ્ર સરકાર કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનનો કાર્યકાળ લંબાવવા પર વિચાર કરી રહી છે. કેન્દ્રને લાગે છે કે કેરળના રાજ્યપાલે LDF સરકારની રાજકીય પક્ષપાતી ક્રિયાઓ અને નિર્ણયોને લોકો સમક્ષ ઉજાગર કરવામાં મજબૂતીથી સામનો કર્યો છે અને મદદ કરી છે. ગવર્નર તરીકે આરીફ મોહમ્મદ ખાનનો કાર્યકાળ 6 સપ્ટેમ્બરે પૂરો થઈ રહ્યો છે.
ADVERTISEMENT