રાજ્યમાંથી ફરી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાતા ચકચાર મચી છે. ગુજરાત જાણે ડ્રગ્સ હેરાફેરીનું કેન્દ્ર બની રહ્યું છે તેવુ ચોક્કસ લાગી રહ્યું છે. મુંદ્રામાં ઝડપાયેલા કરોડોના ડ્રગ્સ બાદ પોરબંદરના મધદરિયેથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. ઈડિયન નેવી અને કોસ્ટ ગાર્ડ તથા ગુજરાત ATS ના સંયુક્ત ઓપરેશનમાં ડ્રગ્સનો ભારતના ઈતિહાસનો સૌથી મોટો જથ્થો ઝડપી લેવામાં સફળતા મળી છે. સંયુક્ત ઓપરેશનમાં અલગ અલગ પ્રકારનો 3100 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવાયો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT