Ahmedabad Viral Video News: ગાંધીનગર જેવો જ બનાવ હવે અમદાવાદમાંથી સામે આવ્યો છે. અમદાવાદમાં પણ નબીરાઓને પોલીસનો કે કાયદાનો કોઈ ભય જ નહોય તેવું લાગી રહ્યું છે. હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં નબીરાઓ નંબર પ્લેટ વગરની ગાડીઓ ચલાવીને સીન સપાટા મારી રહ્યા છે. અહીં સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે આ નબીરાઓએ પોલીસની સામે જ નંબર પ્લેટ વગરની ગાડીઓ ચાલવી ખુલ્લેઆમ સીન સપાટા માર્યા છે.
ADVERTISEMENT
રાજ્યમાં કોઈ સામાન્ય નાગરિકે ટુ વ્હીલર ચલાવતી વખતે હેલમેટ ન પહેર્યું હોય તો તેને રોકીને દંડ ફટકારવામાં આવે છે. તો સીટ બેલ્ટ ન બાંધ્યો હોય તો પણ રોકીને ટ્રાફિક પોલીસ દ્વારા દંડ ફટકારવામાં આવે છે. એવામાં આ વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં અનેક સવાલો ઉઠ્યા છે. હવે આ નબીરાઓ સામે કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં તે તો આવનારા દિવસોમાં જ ખબર પડી જશે.
ADVERTISEMENT