સુરત શહેરમાં આજથી એક પણ ખાનગી બસ પ્રવેશ કરશે નહીં તેવો નિર્ણય એસોસિએશન દ્વારા લેવામાં આવ્યો છે. જેના પડઘા હવે અમદાવાદમાં પણ પડ્યા છે. અમદાવાદ ટ્રાવેલ્સ એસોસિએશને પણ હવે પોતાની માંગ ઉઠાવી છે. અમદાવાદ ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા રાત્રે 9.30થી સવારના 8 વાગ્યા સુધી અને બપોરના 1 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી બસ શહેરમાં પ્રવેશવા દેવાની માંગ કરવામાં આવી છે. આ મામલે આજે એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને આવેદન પત્ર આપવામાં આવશે.