Recharge plans hike: મોંઘું થાય તે પહેલા જ રિચાર્જ કરાવી લો! નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ખર્ચવા પડશે

Jio Airtel Annual Plan: આવતીકાલથી જિઓ અને એરટેલ યુઝર્સ માટે પ્રીપેડથી લઈને પોસ્ટપેડ સુધીના ઘણા પ્લાનમાં તોતિંગ વધારો થઈ રહ્યો છે.

Jio Airtel Annual Plan

Jio Airtel Annual Plan

follow google news

Jio Airtel Annual Plan: આવતીકાલથી જિઓ અને એરટેલ યુઝર્સ માટે પ્રીપેડથી લઈને પોસ્ટપેડ સુધીના ઘણા પ્લાનમાં તોતિંગ વધારો થઈ રહ્યો છે. જો તમે પણ આ વધારાથી બચવાનો વિકલ્પ શોધી રહ્યા છો તો  આખા વર્ષ માટે આજે રિચાર્જ કરવી લો, જેના કારણે બંને કંપનીના કાર્ડ ધારકોને વાર્ષિક રિચાર્જ પર 600 રૂપિયા સુધીનો ફાયદો થઈ શકે છે.  આવી સ્થિતિમાં તમે 365 દિવસ ચાલતા જિઓ અને એરટેલના વાર્ષિક પ્લાનથી રિચાર્જ કરી તમારા પૈસા બચાવી શકો છો. 

આવતી કાલથી પ્લાનના કેટલા વધારે રૂપિયા ચૂકવવા પડશે

ચાલો હવે આપણે જાણીએ કે જૂના પ્લાન પર કેટલા રૂપિયાના વધારા સાથે નવો પ્લાન લાગુ થશે. સૌ પ્રથમ જિઓના વાર્ષિક પ્લાન વિષે વાત કરવામાં આવે તો તેની કિંમત 2 હજાર 999 રૂપિયા છે, જેમાં દરરોજ 2.5GB 4G ડેટા અને અનલિમિટેડ 5G ડેટા મળે છે પણ જો આજે તમે રિચાર્જ નથી કરાવતા તો આવતીકાલથી તેની કિંમત વધીને 3599 રૂપિયા થઈ જશે. મોટા ભાગના લોકોને હાલ મુંઝવણ છે કે વર્તમાન રિચાર્જ પ્લાનની વેલિડિટી હજુ બાકી છે તો શું નવો પ્લાન કરાવી શકાય? તો તેનો જવાબ છે હા, તમે રિચાર્જ કરાવીને તેને શેડ્યૂલ કરી શકો છો. હાલના પ્લાનની વેલિડિટી પૂરી થયા પછી નવો રિચાર્જ પ્લાન આપોઆપ સક્રિય થઈ જશે.

ગેસ સિલિન્ડરના ભાવથી લઈને ક્રેડિટ કાર્ડ સુધી...આજથી દેશમાં બદલાયા આ 5 મોટા નિયમો

એરટેલના રિચાર્જમાં કેટલો ફાયદો થશે

જો તમે જિઓમાં યુઝર્સ નથી અને જો તમે એરટેલના વપરાશ કરતાં છો તમને પણ આવતીકાલથી ઝટકો લાગવાનો છે. 3 જુલાઈ પહેલાં કોઈ વાર્ષિક પ્લાન લો છો તો તમને આખા વર્ષ માટે સસ્તા ભાવમાં જ પ્લાન મળી જશે. હાલમાં એરટેલના વાર્ષિક પ્લાનની કિંમત 2 હજાર 999 રૂપિયા છે, પણ જો તમે આજે રિચાર્જ નથી કરાવતા તો આવતી કાલથી આ પ્લાન પર  600 રૂપિયાનો વધારો થઈ જશે. એરટેલનો સૌથી સસ્તો પ્લાન 179 રૂપિયાનો પ્લાન હતો જે હવે 199 રૂપિયામાં ઉપલબ્ધ થશે. રિલાયન્સ જિયો અને એરટેલે હવે પોતાના રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો થતાં કંપની કાર્ડ ધારકો ચિંતામાં મુકાયા છે. તમને જણાવી દઈએ કે 3 જુલાઇ પેહલા જો તમે આ એન્યુઅલ પ્લાન એટલેકે વાર્ષિક પ્લાન કરાવો છો તો તમને જૂની કિંમત માં જ રિચાર્જ મડશે તેનાથી તમને ઘણો મોટો ફાયદો થઈ શકે છે.

    follow whatsapp