CNG Gas Price Hike: ગુજરાતના લોકો સતત વધતી મોંઘવારીથી પરેશાન છે અને એવામાં મોંધવારી પર વધુ એક માર પડ્યો છે. પેટ્રોલ, ડીઝલ, શાકભાજી, ખાદ્યતેલ સહિતની અનેક જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ આસમાને છે ત્યારે આ લિસ્ટમાં વધુ એક વસ્તુનો ઉમેરો થયો છે. રાજ્યમાં CNG ભાવની કિંમતોમાં વધારો થયો છે. કંપનીએ સીધો જ 1 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે. તેના લીધે CNG વાહન ચાલકોને મોટો ઝટકો લાગ્યો છે.
ADVERTISEMENT
Gujarat Board નું શૈક્ષણિક કેલેન્ડર જાહેર, 80 દિવસની રજાઓ, પહેલીવાર ફેબ્રુઆરીમાં આવશે બોર્ડની પરીક્ષા
CNG ની નવી કિંમતનો ભાવ
CNG નો પ્રતિ કિલો ભાવ 74.26 રૂપિયા હતો અને હવે કંપનીએ સીધો જ એક રૂપિયો વધારતાં નવી કિંમત 75.26 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. આ ભાવ વધારાથી હવે સીએનજીના વાહનચાલકોના કિસ્સાનું ભારણ વધારશે, ખાસ કરીને રાજ્યમાં દોડતી રિક્ષાઓ પર સીધી અસર જોવા મળશે. રીક્ષા ચાલકોની મુશ્કેલીમાં જો વધરો થશે તો સીધી જ અસર ગ્રાહકો પર પણ પડશે અને રીક્ષાના ભાડામાં વધારો ચૂકવો પડશે. જેથી મુસાફરો પર મોંધવારીનો માર પડશે.
ADVERTISEMENT