સુરતના જવેરીએ બનાવેલું રામ મંદિર જોઈ યોગી પણ ખુશ થઈ થયા, જુઓ Video
સંજયસિંહ રાઠોડ.સુરતઃ અયોધ્યા ધામમાં રામ મંદિરનું નિર્માણ કાર્ય તેજ ગતિએ ચાલી રહ્યું છે. બીજી તરફ સુરતના એક જવેરીએ એક નહીં પરંતુ બે રામ મંદિર બનાવ્યા…
ADVERTISEMENT
સંજયસિંહ રાઠોડ.સુરતઃ અયોધ્યા ધામમાં રામ મંદિરનું નિર્માણ કાર્ય તેજ ગતિએ ચાલી રહ્યું છે. બીજી તરફ સુરતના એક જવેરીએ એક નહીં પરંતુ બે રામ મંદિર બનાવ્યા છે. ચાંદીથી બનેલા આ અદ્ભુત રામ મંદિરને જોઈને લોકો તો ખુશ છે જ, પરંતુ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આ મંદિરને જોઈને ખુશ થઈ ગયા છે. સુરત શહેરના ડી ખુશાલદાસ જ્વેલર્સમાં રાખવામાં આવેલા આ મંદિરને ધ્યાનથી જુઓ, જે અયોધ્યા ધામમાં બની રહેલા રામ મંદિરની જેમ જ તૈયાર કરવામાં આવ્યું છે. કુશળ કારીગરોએ ચાંદીથી આ મંદિર તૈયાર કર્યું છે. આ ચાંદીના મંદિરને તૈયાર કરવા માટે અયોધ્યામાં જે રીતે સ્વરૂપમાં કટિંગ કરવામાં આવી છે તેવો જ ઘાટ અહીં પણ આપવામાં આવ્યો છે. આ મંદિર મોડલને બનાવનાર સુરતના જવેરી દીપક ચોકસી જ્યાંરે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળવા ગયા હતા, ત્યારે આ મંદિર મોડલને જોઈ ખુદ યોગી આદિત્યનાથ પણ ખુશ થઈ ગયા હતા.
દાંડી બીચ પર ન્હાવા પડેલા સુરતના 6 યુવકો દરિયામાં ખેંચાયા, 5 ગાર્ડે કર્યું રેસ્ક્યૂ- Video
આ ખાસ મોડલની તૈયારી અંગે ગુજરાત તક સાથેની મુલાકાત દરમિયાન જવેરી દીપક ચોક્સીએ વધુ વાતો કરી હતી. તેમણે શું કહ્યું હતું. આવો જાણીએ આ વીડિયોમાં…
ADVERTISEMENT
ADVERTISEMENT