Hanuman Jayanti 2024: હનુમાનજીના કોની સાથે થયા હતા લગ્ન? આ મંદિરમાં પત્ની સાથે કરાય છે પૂજા

ADVERTISEMENT

 Hanuman Jayanti 2024
આખરે હનુમાનજીને શા માટે કરવા પડ્યા હતા લગ્ન?
social share
google news

Hanuman Jayanti 2024: સંકટમોચક હનુમાનજીનો જન્મોત્સવ ચૈત્ર મહિનાની પૂજનના દિવસે ઉજવવામાં આવે છે. હનુમાન જયંતીનો દિવસ બજરંગબલીની કૃપા મેળવવા માટે ખાસ હોય છે. આજે દેશભરમાં હનુમાન જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. હનુમાનજીના મંદિરે ભક્તોની ભારે ભીડ જામી છે. હિન્દુ ધર્મમાં સંકટમોચન ભગવાન હનુમાનજીને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દેશના ખૂણે-ખૂણે હનુમાનજીના ભક્તો જોવા મળે છે. ફક્ત હનુમાન જયંતીના દિવસે જ નહીં પરંતુ મંગળવાર અને શનિવારે પણ હનુમાન મંદિરોમાં ભક્તોની ભીડ જામે છે. ભક્તો મંગળવારે અને શનિવારે ઉપવાસ રાખે છે. હનુમાનજીને ચોલા ચઢાવે છે. ધાર્મિક કથાઓમાં હનુમાનજીના જીવન સાથે જોડાયેલા ઘણા રહસ્યોનું વર્ણન કરવામાં આવ્યું છે. બજરંગબલીના લગ્ન પાછળ પણ એક દંતકથા છે. ચાલો જાણીએ હનુમાનજીને શા માટે કરવા પડ્યા હતા લગ્ન....

કેમ કરવા પડ્યા હતા હનુમાનજીને લગ્ન?

પરાશર ઋષિએ જણાવેલી કહાની અનુસાર, હનુમાનજીએ સૂર્ય ભગવાનને પોતાના ગુરુ બનાવ્યા હતા અને તેમણે સૂર્યદેવ પાસેથી 9 વિદ્યા મેળવવાનો નિર્ણય કર્યો હતો. સૂર્યદેવે હનુમાનજીને 9 મુખ્ય વિદ્યાઓમાંથી 5 વિદ્યાઓ શીખવી હતી, પરંતુ બાકીની 4 વિદ્યાઓ ભણાવતી વખતે અવરોધ ઉભો થયો હતો. કારણ કે આ 4 વિદ્યાઓ કોઈ પરિણીત લોકો જ શીખી શકતા હતા. પરંતુ હનુમાનજીને આ તમામ વિદ્યાઓ શીખવી હતી. 

આ પણ વાંચોઃ Hanuman Jayanti: ગુજરાતમાં આવેલું હનુમાન દાદાનું 1000 વર્ષ જૂનું ચમત્કારિક મંદિર, અંગ્રેજોએ પણ ઝુકાવ્યું હતું શીશ

સૂર્ય દેવે કરાવ્યા હતા લગ્ન

આવી સ્થિતિમાં આ માટે સૂર્ય દેવે એક યુક્તિ બનાવી હતી. જે બાદ તેમના તેજથી એક કન્યાનો જન્મ થયો. સૂર્યદેવે તે કન્યા સાથે હનુમાનજીના લગ્ન કરાવ્યા. જે બાદ ભગવાન સૂર્યદેવે હનુમાનજીને બાકીની વિદ્યાનું દિવ્ય જ્ઞાન આપ્યું. જોકે, સૂર્યદેવે લગ્ન સમયે જ સ્પષ્ટ કરી દીધું હતું કે લગ્ન પછી પણ તેમનું બ્રહ્મચર્ય ભંગ નહીં થાય. સાથે જ સૂર્યદેવે હનુમાનજીને એમ પણ કહ્યું હતું કે, લગ્ન પછી સુવર્ચલા તપસ્યામાં લીન થઈ જશે. 

આ પણ વાંચો

ADVERTISEMENT

આ પણ વાંચોઃ 23 April Rashifal: હનુમાન જયંતિ પર આ 4 રાશિઓ પર પ્રસન્ન રહેશે બજરંગબલી, જાણો આજનું રાશિ ભવિષ્ય

 

...તેથી હનુમાનજી બ્રહ્મચારી કહેવાયા

હિન્દુ માન્યતા અનુસાર, સુવર્ચલાનો જન્મ ગર્ભમાંથી થયો ન હતો. આવી સ્થિતિમાં તેમની સાથે લગ્ન કર્યા પછી પણ હનુમાનજીને બ્રહ્મચર્યમાં કોઈપણ પ્રકારના અવરોધનો સામનો કરવો પડ્યો નહોતો. આ જ કારણ છે કે હનુમાનજી હંમેશા બ્રહ્મચારી જ કહેવાયા.

ADVERTISEMENT

આ પણ વાંચોઃ Hanuman Jayanti પર બની રહ્યો છે મહાસંયોગ, બજરંગબલીની પૂજા દરમિયાન ન પહેરતા આ રંગના કપડા

 

ADVERTISEMENT

તેલંગાણામાં છે આ મંદિર 

તેલંગાણામાં હનુમાનજીનું એક એવું મંદિર છે, જ્યાં બજરંગબલીની પૂજા તેમની પત્ની સુવર્ચલા સાથે કરવામાં આવે છે. તેલંગાણાના ખમ્મમ જિલ્લામાં આવેલું આ હનુમાન મંદિર આકર્ષણનું કેન્દ્ર છે. અહીં મોટી સંખ્યામાં ભક્તો તેમના દર્શન કરવા માટે આવે છે.


નોંધ- આ લેખ ફક્ત વાંચકોના રસને ધ્યાનમાં રાખીને શેર કરવામાં આવ્યો છે, તેના સત્ય હોવાની અમે ખાતરી આપતા નથી
 

    follow whatsapp

    ADVERTISEMENT