શું રણવીર સિંહે કોંગ્રેસને મત આપવાની કરી અપીલ? વીડિયો વાયરલ થતાં પહોંચ્યા પોલીસ સ્ટેશન

ADVERTISEMENT

Ranveer Singh Deepfake Video
એક વીડિયોએ ઉડાવી રણવીરસિંહની ઊંઘ
social share
google news

Ranveer Singh Deepfake Video: બોલિવૂડના એનર્જી હાઉસ કહેવાતા એક્ટર રણવીરસિંહ  (Ranveer Singh) આ દિવસોમાં પોતાના એક વીડિયોને લઈને ચર્ચામાં છે. લોકસભાની ચૂંટણી દરમિયાન તેમનો એક એવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો કે તેમની ઊંઘ ઉડી ગઈ. ફેન્સ પણ એક્ટરનો આવો વીડિયો જોઈને દંગ રહી ગયા અને આ વીડિયોને ઝડપથી ફેલાતો જોઈને એક્ટરે સ્પષ્ટતા આપવી પડી. વાસ્તવમાં આ વીડિયોમાં રણવીરસિંહને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)  વિરુદ્ધ બોલાતા જોઈ શકાય છે. તેઓને મોંઘવારી અને વધતી બેરોજગારી મુદ્દે નરેન્દ્ર મોદી વિરુદ્ધ બોલતા જોઈ શકાય છે. 

રણવીર સિંહે FIR નોંધાવી

જોકે, રણવીર સિંહે આવું કંઈ કહ્યું ન હતું બલ્કે આ વીડિયો  તો AIની મદદથી બનાવવામાં આવ્યો હતો. હવે અભિનેતાએ આ ડીપફેક વીડિયો મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે રણવીર સિંહે એક FIR નોંધાવી છે. આ વાતની પુષ્ટિ પણ કરવામાં આવી છે. ખુદ અભિનેતાની ટીમે આ સમાચારની પુષ્ટિ કરી છે. હવે આ મામલે રણવીર સિંહના પ્રવક્તાએ કહ્યું છે કે 'હા, અમે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને જે હેન્ડલ દ્વારા AIની મદદથી બનેલા રણવીર સિંહના ડીપફેક વીડિયોને પ્રમોટ કરવામાં આવી રહ્યો હતો તેના વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે.'

આ પણ વાંચોઃ Aamir Khan પહોંચ્યા પોલીસ સ્ટેશન અને નોંધાવી FIR, લોકસભાની ચૂંટણી સાથે છે કનેક્શન

 

આ પણ વાંચો

ADVERTISEMENT

ડીપફેકનો વીડિયો થયો હતો વાયરલ

તમને જણાવી દઈએ કે, જ્યારે રણવીરનો ડીપફેક વીડિયો સામે આવ્યો તે ખૂબ જ વાયરલ થઈ ગયો. જેમાં એક્ટર કોંગ્રેસને સપોર્ટ કરતા જોવા મળ્યા હતા અને લોકોને કોંગ્રેસને મત આપવાની અપીલ પણ કરી રહ્યા હતા. આ વીડિયો AI ટૂલ્સની મદદથી બનાવવામાં આવ્યો હતો. હવે અભિનેતાએ આ મામલામાં પોલીસની મદદ લીધી છે જેથી આ તમામ ખોટા કૃત્યો કરનાર સામે કડક કાર્યવાહી કરી શકાય.

આ પણ વાંચોઃ ફાયરિંગ બાદ અચાનક દુબઈ શા માટે ગયા હતા Salman Khan? સામે આવ્યું કારણ

 

ADVERTISEMENT

આમિર ખાનનો પણ બન્યો હતો ડીપફેક વીડિયો

બોલિવૂડ અને સાઉથના સ્ટાર્સ સાથે જોડાયેલા આવા ઘણા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે, જેમાં ડીપફેક વીડિયોના કારણે ભારે હોબાળો મચી ગયો છે. તાજેતરમાં જ અભિનેતા આમિર ખાનનો વીડિયો પણ વાયરલ થયો હતો. તેઓ એક રાજકીય પક્ષનો પ્રચાર કરતા પણ જોવા મળ્યા હતા. બાદમાં અભિનેતાની ટીમે સ્પષ્ટતા કરી કે તેમણે તેમની 35 વર્ષની કારકિર્દીમાં આવું ક્યારેય કર્યું નથી. એટલે કે આ વીડિયો પણ ફેક હતો. હવે જોવાનું એ રહે છે કે રણવીર સિંહની ફરિયાદ બાદ આ મામલે આગળ શું થાય છે.
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT