જો બાઈડન બાદ પુતિને લગાવ્યો PM મોદીને ફોન, જાણો કયા મુદ્દે થઈ વાતચીત

ADVERTISEMENT

મોદી - પુતિન - બાઈડન
modi putin biden
social share
google news

PM Modi speaks to Russia's Putin : રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે વડાપ્રધાન મોદીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી છે. પીએમ મોદીની આ વાતચીત એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે તેઓ હાલમાં જ યુક્રેન જઈને ઝેલેન્સકીને મળ્યા છે. આ પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને પીએમ મોદીને ફોન કરીને તેમની તાજેતરની યુક્રેન મુલાકાત અંગે ચર્ચા કરી હતી.

પીએમ મોદીએ રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાતચીત

પીએમ મોદીએ કહ્યું, 'આજે રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરી. વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવાના પગલાં અંગે ચર્ચા કરાઈ હતી. રશિયા-યુક્રેન સંઘર્ષ અને યુક્રેનની મારી હાલની મુલાકાત અંગેની મારી આંતરદૃષ્ટિ પર મંતવ્યોનું આદાનપ્રદાન થયું. સંઘર્ષના તાત્કાલિક, કાયમી અને શાંતિપૂર્ણ ઉકેલને સમર્થન આપવા માટે ભારતની મક્કમ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.

ગઈકાલે પીએમ મોદીએ રાષ્ટ્રપતિ બાઈડન સાથે કરી હતી વાતચીત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે (26 ઓગસ્ટ) અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે ફોન પર વાત કરી હતી. બંને નેતાઓએ યુક્રેન, બાંગ્લાદેશ સહિતના વિવિધ વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. વડાપ્રધાન મોદીએ યુક્રેનમાં શાંતિ અને સ્થિરતા માટે ભારતના સમર્થનનો પણ પુનરોચ્ચાર કર્યો હતો. ભારતીય વિદેશ મંત્રાલયે વાતચીત અંગે માહિતી આપી હતી. ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી વાતચીતની પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે પીએમ મોદીએ રાષ્ટ્રપતિ બાયડનને તેમની તાજેતરની પોલેન્ડ અને યુક્રેનની મુલાકાત વિશે માહિતી આપી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે પીએમ મોદીએ યુક્રેન-રશિયા સંઘર્ષને વાતચીત દ્વારા ઉકેલવા માટે પોતાનું સંપૂર્ણ સમર્થન આપ્યું છે. તેમણે ટૂંક સમયમાં શાંતિ પુનઃસ્થાપિત થવાની આશા વ્યક્ત કરી હતી. સાથે જ આ બાબતે વડાપ્રધાન મોદીએ X પર પોસ્ટ પણ કરી હતી.

ADVERTISEMENT

વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે બંને નેતાઓએ બાંગ્લાદેશમાં બગડતી પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. બંને નેતાઓએ અહીં કાયદાનું શાસન પુનઃસ્થાપિત કરવા અને લઘુમતીઓ, ખાસ કરીને હિંદુઓ માટે સલામત વાતાવરણ બનાવવા પર ભાર મૂક્યો છે.

    follow whatsapp

    ADVERTISEMENT