लाइव

Gujarat Rain LIVE Updates: ગુજરાતમાં વરસાદનો કહેર, વડોદરામાં સોસાયટીમાં મગરો ઘુસ્યા; આજે આ જિલ્લાઓમાં રેડએલર્ટ

ADVERTISEMENT

ગુજરાતમાં વરસાદ
gujarat rain live
social share
google news

Gujarat, Ahemdabad, Vadodara, Surat, Rajkot Rains and Weather Live Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી?
 

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 01:24 PM • 29 Aug 2024
    રાજકોટ અરપોર્ટની 15 ફૂટ ઊંચી દિવાલ તૂટી

    વરસાદી માહોલમાં રાજકોટના એરપોર્ટ પર ભ્રષ્ટાચારની ચાડી ખાતા દ્રશ્યો સર્જાયા છે. વાસ્તવમાં થોડા સમય અગાઉ જ નિર્માણ પામેલા એરપોર્ટની દિવાલ પડી જતાં એરપોર્ટ ઓથોરિટીની આબરૂના ધજાગરા ઉડી ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે. અગાઉ કેનોપી અને હવે દિવાલ તૂટી પડતા એરપોર્ટનું નિર્માણ કરતાં કોન્ટ્રાક્ટરના કામ સામે અનેક સવાલો ઊભા થયા છે, ત્યારે એરપોર્ટ ઓથોરિટી દ્વારા આ કોન્ટ્રાક્ટર સામે કોઈ પગલાં લેવામાં આવશે કે કેમ તે એક મોટો સવાલ છે.

     

     

     

  • 12:21 PM • 29 Aug 2024
    સૌરાષ્ટ્ર અને કચ્છમાં હજુ પણ બે દિવસ ભારે

    Gujarat Rain Update: ગુજરાતમાં ગત દિવસો દરમિયાન વરસી રહેલા ધોધમાર વરસાદનું આજે દક્ષિણ ગુજરાત, પૂર્વ-મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જોર ઘટ્યું છે. જ્યારે, કચ્છ અને સૌરાષ્ટ્ર ઝોનમાં હજુ પણ આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  કારણ કે, ડીપ ડિપ્રેશન આગળ વધીને નબળું પડ્યા બાદ ડિપ્રેશનમાં ફેરવાયું છે, પરંતુ તેની અસર હજુ પણ યથાવત્ રહેશે. જેથી આજે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ભારે વરસાદ રહેશે. હજુ આજે પણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત્ રહેતા માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે.

  • 11:47 AM • 29 Aug 2024
    Vadodara Rain: વડોદરામાં મગરનો ખતરો

    વડોદરામાં પૂરની સાથે મગરનો ખતરો, અનેક વિસ્તારોમાં મગરો ઘુસી ગયા છે અને ઘરોમાં મગર આવી ગયા છે. વન વિભાગ અને રેસ્ક્યુ ટીમ દ્વારા મગરોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે.

     

     

  • 11:14 AM • 29 Aug 2024
    Vadodara Rain: વિશ્વામિત્રી નદીનું જળસ્તર ઘટ્યું

    પુરની સ્થિતિ વચ્ચે વડોદરાવાસીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ગઇકાલ રાતથી લઈ વહેલી સવાર સુધીમાં વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં ઘટાડો થયો છે. વિગતો મુજબ વિશ્વામિત્રી નદીની સપાટી ઘટી 32.50 ફૂટ થઈ છે જે ગઈકાલે નદીની સપાટી 35.25 ફૂટ સુધી પહોંચી હતી.

  • ADVERTISEMENT

  • 11:13 AM • 29 Aug 2024
    Gujarat Rain: આજે આ જિલ્લાઓમાં રેડએલર્ટ

    હવામાન વિભાગ દ્વારા આજે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની શક્યતાઓ છે. 

  • 10:36 AM • 29 Aug 2024
    Gujarat floods Death Toll: ગુજરાતમાં ભારે વરસાદને કારણે 3 દિવસમાં 28 લોકોના મોત

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરના કારણે ત્રણ દિવસમાં 28 લોકોના મોત થયા છે. સૌથી વધુ મોત આણંદ જિલ્લામાં થયા છે. 

    જાણો ક્યાં કેટલા લોકોના મૃત્યુ

    આણંદ 6, અમદાવાદ 4, ગાંધીનગર 2, ખેડા 2, મહિસાગર 2, દાહોદ 2, સુરેન્દ્રનગર 2, મોરબી 1, વડોદરા 1, ભરૂચ 1, જામનગર 1, અરવલ્લી 1, પંચમહાલ 1, ડાંગ 1 અને દેવભૂમિદ્વારકા 1 વ્યક્તિ ( આ આંકડા મીડિયા રિપોર્ટ પ્રમાણે છે, અમે આની પુષ્ટી કરતા નથી)
     

  • ADVERTISEMENT

  • 10:33 AM • 29 Aug 2024
    Gujarat Rain: અત્યાર સુધીમાં 41,678 લોકોનું સ્થળાંતર

    ગુજરાતમાં ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ 41,678 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેમાં વડોદરામાં સૌથી વધુ 10218, નવસારીમાં 9500, સુરતમાં 3859, ખેડામાં 2729, આણંદમાં 2289, પોરબંદરમાં 2041, જામનગરમાં 1955 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. 

  • 10:21 AM • 29 Aug 2024
    NDRF દ્વારા 516 લોકોનું રેસ્ક્યૂ કરાયું

    ગુજરાતમાં સર્જાયેલી પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે હાલ NDRF, SDRF, કોસ્ટગાર્ડ, આર્મી, ફાયરબ્રિગેડની ટીમો રેસ્ક્યૂ ઓપરેશનમાં લાગેંલી છે. NDRF દ્વારા બુધવારે વડોદરા, મોરબી, કચ્છ, જૂનાગઢ અને દ્વારકા જિલ્લામાં રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી કુલ 516 લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું.

  • 10:20 AM • 29 Aug 2024
    દ્વારકામાં હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યૂ

    દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદને કારણે ખંભાળિયા તાલુકાના ધુમથર ગામે બે મહિલા અને 2 યુવાનો વાડી વિસ્તારમાં ફસાઈ ગયા હતા. જેની જાણ જિલ્લા વહીવટી તંત્રને થતાં ભારતીય સેનાના હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું, અને તેઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. 

     

     

  • 10:05 AM • 29 Aug 2024
    Heavy rains in Kutch: કચ્છમાં ભારે વરસાદ

    કચ્છમાં ભારે વરસાદને કારણે અબડાસાના કોઠાર અને માનપુરા ગામો સંપૂર્ણપણે પાણીથી ભરાઈ ગયા છે. ભારે વરસાદના કારણે હમીરસર તળાવ છલકાઈ ગયું છે. જેના કારણે પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. લોકોને પાણીની નજીક ન જવાની અપીલ કરવામાં આવી રહી છે.  

  • 10:01 AM • 29 Aug 2024
    PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી ટેલિફોનિક વાતચીત
  • 09:58 AM • 29 Aug 2024
    Vadodara Rain: વડોદરા વાસીઓની સ્થિતિ ખરાબ

    વિશ્વામિત્રી નદી ગાંડીતૂર બની છે. જેથી વિશ્વામિત્રી નદીના પાણી વડોદરા શહેરમાં ઘૂસી ગયા છે. જેના કારણે વડોદરામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ઘણા લોકો પૂરના પાણીમાં ફસાઇ ગયા હોય એવી સ્થિતિનું પણ નિર્માણ થયું છે. એનડીઆરએફ અને એસડીઆરએફ ટીમ દ્વારા રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરમાં સતત 3 દિવસથી વરસતા વરસાદના પગલે અનેક વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશાયી થતા 1.25 લાખ મકાન અને 250 ગામડાંમાં અંધારપટ છવાયો છે.
     

  • 09:58 AM • 29 Aug 2024
    Rain forecast: આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે આગાહી

    હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. કચ્છ, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સુરેન્દ્રનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, બોટાદમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ભાવનગર, મહિસાગર, દાહોદ, પંચમહાલ, ખેરા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

  • 09:58 AM • 29 Aug 2024
    લોકો કરી રહ્યા છે પ્રાર્થના

    ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. 24 કલાકમાં  મેઘરાજાએ 238થી વધુ તાલુકાઓમાં સટાસટી બોલાવી છે, જ્યારે હજી પણ મેઘરાજા વરસી રહ્યા છે. સૌરાષ્ટ્ર પંથકના જિલ્લાઓમાં તો સાંબેલાધાર વરસાદ વરસતા લોકો હવે મેઘરાજા ખમૈયા કરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. 

  • 09:56 AM • 29 Aug 2024
    Gujarat Rain: 24 કલાકમાં 238 તાલુકાઓમાં વરસાદ

    Gujarat Rain: ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ તબાહી મચાવી દીધી છે. ગુજરાતમાં એકસાથે ત્રણ-ત્રણ સિસ્ટમ સક્રિય થતાં ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વડોદરામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. શહેર આખું પાણીમાં ડૂબી ગયું છે. વડોદરાવાસીઓ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચિંતા વ્યક્ત કરી છે. ગુજરાતમાં પૂરની સ્થિતિ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાણકારી મેળવી છે.

    છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદ વિશે જો વાત કરીએ તો બુધવારે સવારના 6 વાગ્યાથી ગુરુવારે સવારના 6 વાગ્યા સુધીમાં એટલે કે 24 કલાકના સમયગાળામાં ગુજરાતના 238 તાલુકાઓને મેઘરાજાએ ધમરોળ્યાં છે. 24 કલાકમાં સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકામાં નોંધાયો છે. દ્વારકાના ભાણવડમાં 295 મિમિ વરસાદ પડ્યો છે. તો કચ્છના અબડાસામાં 275 મિમિ, દ્વારકાના કલ્યાણપુરમાં 263 મિમિ, કચ્છના લખપતમાં 226 મિમિ, દ્વારકાના ખંભાળિયામાં 225 મિમિ, જામનગરના જામજોધપુરમાં 218 મિમિ, દ્વારકામાં 215 મિમિ, નખત્રાણામાં 203 મિમિ વરસાદ નોંધાયો છે.

follow whatsapp

ADVERTISEMENT