અમદાવાદનો ZOMATO ડિલિવરી બોય બન્યો દારૂનો સપ્લાયર, પોલીસે દબોચી લીધો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ દારૂની હેરાફેરી તથા સપ્લાય કરવા પાછળ અત્યારે કેટલાક શખસો અવનવી રીતો શોધી રહ્યા છે. આ દરમિયાન ચાણક્યપુરી જનતાનગર ફાટક પાસેથી ઝોમેટોનો ડિલિવરી બોય દારૂનું સપ્લાય કરતો પકડાઈ ગયો છે. એટલું જ નહીં પોલીસે તેની ધરપકડ કર્યા પછી આ શખસ પાસેથી હજારોની રોકડ તથા દારૂની બોટલનો જથ્થો મળી આવ્યો હતો.

અલગ-અલગ બ્રાન્ડની બોટલો મળી…
ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા આ શખસને પકડવા માટે સોલા પોલીસે કવાયત હાથ ધરી હતી. તેમની સર્ચ ટીમને પ્રાથમિક માહિતી મળી હતી કે આવો એક ઝોમેટોનો ડિલિવરી બોય નજીકના વિસ્તારોમાં દારૂની હેરાફેરી પણ કરી રહ્યો છે. આ અંગે સોલા પોલીસ એક્ટિવ થઈ ગઈ અને આરોપીને દબોચી લીધો હતો.

પોલીસને આ આરોપી પાસેથી કુલ 7 વિવિધ બ્રાન્ડની દારૂની બોટલ મળી હતી, તો બીજી બાજુ તેના ઝોમેટોના થેલામાંથી 24 હજાર રૂપિયાની રોકડ રકમ પણ પ્રાપ્ત થઈ હતી. ઉલ્લેખનીય છે કે પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આ શખસ ઝોમેટોમાં નોકરી કરી રહ્યો છે અને બાઈક પર ડિલિવરી કરતો હતો. જોકે પોલીસ આ ઘટનાની હજુ વધુ તપાસ હાથ ધરી છે અને આખી સપ્લાય ચેઈનને પકડવા માટે એક્ટિવ થઈ ગઈ છે.

ADVERTISEMENT

દેશી દારૂ વેચતા 1 લાખથી વધુ આરોપીની ધરપકડ

  • વર્ષ 2021માં પોલીસે દેશી દારૂનું વેચાણ કરતા કુલ 1 લાખ 33 હજાર 229 આરોપીની ધરપકડ કરી લીધી હતી.
  • 2021માં કુલ 14 કરોડ 15 લાખ રૂપિયાના દેશી દારૂનો જથ્થો પોલીસે નષ્ટ કરી દીધો હતો. જ્યારે કુલ 1609 વાહનો જપ્ત કર્યા હતા.
  • પોલીસે વર્ષ 2021માં વિદેશી દારૂનું વેચાણ કરતા કુલ 34,060 આરોપીઓની ધરપકડ કરી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT