Zainab Abbas: આ એંકરનો વીડિયો જોશો તો હસી હસીને થઇ જશો લોટપોટ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: સમગ્ર વિશ્વ પર અનેક દેશોમાં હાલ ટી20 ક્રિકેટનો ફિવર જોવા મળી રહ્યો છે. સાઉથ આફ્રિકામાં પણ આવી લીગ ચાલતી રહેતી હોય છે. અહીં SA20 લીગનું આયોજન થઇ રહ્યું છે. આ કડીમાં ટૂર્નામેન્ટના 12 મીમેચમાં એમાઆઇ કેપટાઉન અને સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપની મેચ ચાલી રહી હતી. આ મેચ દરમિયાન પાકિસ્તાન એંકર જૈનબ અબ્બાસ સાથે એક દુખદ ઘટના બની હતી. જૈનબ બાઉન્ડ્રી લાઉન પાસે એન્કરિંગ કરવા દરમિયાન પ્લેન સાથે ટકરાઇ હતી.

સનરાઇઝર્સ ઇસ્ટરન કેપની મેચ ચાલી રહી હતી
સનરાઇઝર્સ ઇસ્ટરન કેપની રમત 13 મી ઓવરમાં આ દુર્ઘટના બની હતી. સૈમ કુરૈન દ્વારા ફેંકાયેલી ઓવરના છેલ્લા બોલમાં માર્કો જાનેસને શોટ ફટકાર્યો હતો. તે બાઉન્ડ્રી તરફ જઇ રહ્યો હતો જેને અટકાવવા માટે એક ખેલાડીએ છલાંગ લગાવી હતી. તે ઘસડાતો સીધો જ એંકરના પગ સાથે અથડાતા એન્કર પણ જમીન પર પટકાઇ હતી.

ADVERTISEMENT

જમીન પર પટકાયા બાદ જૈનબ અબ્બાસ તત્કાલ ઉભી થઇ
જમીન પર પટકાયા બાદ જૈનબ અબ્બાસ પાસે જ ઉભેલા તેના સહયોગીએ તેને ઉભા થવામાં મદદ કરી હતી. જૈનબ અબ્બાસે પોતાના સહયોગીની હાલચાલ પુછ્યા હતા. જેના જવાબમાં જૈનબે કહ્યું કે, હું ઠીક છું આપણે બચી ગયા. સોશિયલ મીડિયા પર હાલ તેનો વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.

જૈનબ અબ્બાસ એક ખુબ જ ખ્યાતનામ અને સેલેબ્રિટી એન્કર છે
જૈનબ અબ્બાસ એક ખુબ જ જાણીતી એંકર છે. તે પાકિસ્તાનમાં એક સેલેબ્રિટી સ્ટેટસ ધરાવે છે. તે પોતાના ગ્લેમરસ લુકના કારણે પણ ખુબ જ ચર્ચામાં રહે છે. જૈનબ અબ્બાસ આઇસીસી ઇવેન્ટને પણ અનેક વખત હોસ્ટ કરી ચુકી છે. જૈનબ કોહલીનો પણ ઇન્ટરવ્યું લઇ ચુકી છે. જૈનબ અબ્બાસના પિતા પણ પાકિસ્તાનમાં ક્રિકેટ રમી ચુક્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT