PSIની ભરતી પરીક્ષામાં ગેરરીતિ? રીઝલ્ટમાં નામ નથી તેવો ઉમેદવાર ટ્રેનિંગ લેતો હોવાનો આક્ષેપ
અમદાવાદ: ગુજરાતમાં તાજેતરમાં થયેલી PSIની ભરતીમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ યુવરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યા છે. ભરતીમાં લાગવગવાળી સહી અને બનાવટી દસ્તાવેજો ઊભા કરીને એક…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાતમાં તાજેતરમાં થયેલી PSIની ભરતીમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ યુવરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યા છે. ભરતીમાં લાગવગવાળી સહી અને બનાવટી દસ્તાવેજો ઊભા કરીને એક યુવકે PSIની નોકરી મેળવી લીધી હોવાનો આક્ષેપ કરાયો છે. આટલું જ નહીં યુવક PSI અને ASIની તાજેતરમાં લેવાયેલી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી કરાઈ એકેડમી ખાતે પોલીસ ટ્રેનિંગ લેવા પણ પહોંચી ગયો છે.
પરીક્ષાના પરિણામમાં નામ નથી તે વ્યક્તિએ લીધી પોલીસ ટ્રેનિંગ!
યુવરાજસિંહ જાડેજાએ કહ્યું કે, 15 જાન્યુઆરી 2022ના રોજ PSIની ભરતી યોજાઈ હતી અને હાલમાં તેની કરાઈ એડેકમીમાં પાસ થયેલા પોલીસ જવાનોની ટ્રેનિંગ ચાલી રહી છે. જેમાં સ્કોડ-5, ચેસ્ટ નંબર 140 મયુરકુમાર તડવી PSIની ટ્રેનિંગ લઈ રહ્યા છે.આ ભાઈને DGP ઓફિસમાંથી એલોટમેન્ટ લેટર મળેલો છે. જેમાં તેનું નામ પણ દર્શાવવામાં આવેલું છે. આ ભાઈનું નામ પ્રિલીનરી પરીક્ષામાં પણ નથી, ફિઝિકલ ટેસ્ટના પાસ ઉમેદવારોમાં પણ નથી. મુખ્ય પરીક્ષાનું રીઝલ્ટ તપાસ્યું તેમાં પણ નથી. આ ભાઈ એકપણ પરીક્ષામાં પાસ નથી તો તેમને ટ્રેનિંગ સેન્ટરમાં સીધી એન્ટ્રી કેવી રીતે મળી?
ADVERTISEMENT
યુવરાજસિંહ જાડેજાએ કર્યા વેધક સવાલ
બરોડા પોલીસ સ્ટેશનમાંથી અપાયેલા નિમણૂંક પત્રોમાં પણ આ ભાઈનું નામ નથી. અહીં ત્રીજા નંબરનું નામ અલગ છે. એટલે આ ઘટના ઘણા બધા ગંભીર સવાલો ઊભા કરે છે. આ ભાઈ પોલીસ ટ્રેનિંગ સુધી કેવી રીતે પહોંચ્યા? માની લો કે ડોક્યુમેન્ટમાં છેડછાડ કર્યું છે તો પછી ટ્રેનિંગ સેન્ટર ખાતે મોટા અધિકારીઓ દ્વારા ક્રોસ વેરિફિકેશન કેમ ન કરવામાં આવ્યું? હાલ પણ આ ભાઈ ટ્રેનિંગ સેન્ટરમાં છે.
ADVERTISEMENT
ફ્રોડમાં ભરતી બોર્ડની અંદરથી કોઈએ મદદ કર્યાનો આક્ષેપ
તેમણે આક્ષેપ લગાવ્યો છે કે, આ સહજતાથી કરેલી ભૂલ નથી. અધિકારીઓની મિલીભગતથી થયેલું કામ છે. ઉચ્ચ ઓથોરિટી પારદર્શિતાની વાત કરે છે, પરંતુ આમા પારદર્શિતા ક્યાં જળવાય છે? ટ્રેનિંગમાં હાજર થવા આ પ્રકારના તમામ અધિકૃત અધિકારીના લેટરની જરૂર પડશે તે કોઈ ઉમેદવારને ખબર જ ન હોય એટલે ચોક્કસ પોલીસ ભરતી બોર્ડની અંદર કોઈ જાણભેદુની મદદથી આ ફ્રોડમાં મદદ કરાઈ છે. આવા બનાવો પર સચોટ અને સાચો ન્યાય કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવું ન થાય.
ADVERTISEMENT
ADVERTISEMENT