અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રન, નરોડામાં રસ્તો આળંગતા યુવકનું કારની ટક્કરે મોત, એકમાત્ર કમારનાર હતો
અમદાવાદ: શહેરમાં 24 કલાકમાં જ વધુ એક હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. નરોડા વિસ્તારમાં રસ્તો ક્રોસ કરી રહેલા યુવકને પૂરપાટ જઈ રહેલી કાર ટક્કર…
ADVERTISEMENT
અમદાવાદ: શહેરમાં 24 કલાકમાં જ વધુ એક હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. નરોડા વિસ્તારમાં રસ્તો ક્રોસ કરી રહેલા યુવકને પૂરપાટ જઈ રહેલી કાર ટક્કર મારીને ફરાર થઈ ગઈ હતી. જેમાં યુવકનું દર્દનાક મોત નિપજ્યું છે. સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. હાલ હિટ એન્ડ રનના બનાવને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.
નરોડામાં રવિ નામના યુવકનું કારની ટક્કરે મોત
અમદાવાદમાં હિટ એન્ડ રનનો સતત બીજા દિવસે બનાવ નોંધાયો છે. નરોડા પાટિયાથી દેવી સિનેમા રોડ પર રસ્તો ઓળંગતા રવિ જોગુ નામના યુવકને કારે કચડી નાખ્યો હતો. મૃતક રવિ વિરાટનગરમાં પોતાની માતા અને નાની બહેન સાથે રહેતો હતો. પોતાના પરિવારમાં રવિ એકમાત્ર કમાનાર વ્યક્તિ હતો. એવામાં ઘરનો આધારસ્તંભ જ છીનવાઈ જતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
ADVERTISEMENT
ગઈકાલે એસ.જી હાઈવે પર BMWએ દંપતીને અડફેટે લીધા હતા
અકસ્માતની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ત્યારે હાલ પોલીસે સમગ્ર મામલે આકસ્મિક મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે, ગઈકાલે પણ શહેરમાં BMW કાર ચાલકે રસ્તે જતા દંપતિને અટફેટે લીધા હતા. બાદમાં અકસ્માત સ્થળેથે દોઢ કિલોમીટર દૂર કાર મળી આવી હતી. કારમાં ભાજપનો ખેસ અને દારૂની બોટલ પણ હતી જ્યારે ચાલક ફરાર થઈ ગયો હતો.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT