ફોનમાં Phone Pe ચાલુ કરવા જતા મહિલાએ 16 લાખ ગુમાવ્યા, આ ભૂલ કરી તો તમારું ખાતું સાફ થઈ જશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

નરેન્દ્ર પેપરવાલા/નર્મદા: આજનો યુગ ઈન્ટરનેટનો યુગ છે અને ઈન્ટરનેટના યુગમાં હવે લોકો પૈસાની લેવડ-દેવડ માટે અલગ-અલગ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે, જેનું પેમેન્ટ ઓનલાઈન થાય છે. આ સુવિધા આમ તો સરળ છે, પરંતુ જો તમે તેને યોગ્ય રીતે ચલાવવાનું જાણતા ન હોય તો ઓનલાઈન છેતરપિંડીનો પણ ભોગ બની શકો છો. નર્મદા જિલ્લામાં એક મહિલા પણ ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બની છે અને તેને 16 લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે.

ફોનમાં Phone Pe ન ચાલતા ગૂગલથી નંબર લીધો
ગુજરાતના નર્મદા જિલ્લાનો એક કિસ્સો છે જ્યાં હેતલબેન વિનોદભાઈ તડવી નામની મહિલા પૈસાની લેવડદેવડ માટે ફોન પેનો ઉપયોગ કરતી હતી. પરંતુ કોઈ કારણસર તેમની Phone Pe એપ કામ નહોતી કરી રહી. આથી તેમણે Phone Pe ચાલુ કરવા માટે ગૂગલ સર્ચ કર્યું અને ગૂગલ પર સર્ચ કર્યા બાદ તેમણે એક મોબાઈલ નંબર મળ્યો, જે Phone Pe નો કસ્ટમર કેર નંબર હોવાનું બતાવતો હતો. જેના પર ફોન કરીને તેમણે વાત કરીને પોતાની ફરિયાદ જણાવી. આ બાદ તેમને એક નવા નંબર પરથી ફોન આવ્યો. સામેની વ્યક્તિએ તેમને ફોનમાં Any desk નામની એપ્લીકેશન ડાઉનલોડ કરાવી.

અજાણ્યા નંબરે કેવી રીતે ચૂનો લગાવ્યો?
આ પછી હેતલબેનના SBI એકાઉન્ટ સાથે તેમનું જોઈન્ટ એકાઉન્ટ હતું. જે Phone Peનું એકાઉન્ટ સાથે જોઈન્ટ કરીને એક્ટિવેટ કરવા માટે તમામ ડિટેલ લીધી અને ખાતામાંથી 16 લાખ રૂપિયા ઉપાડી લીધા. આ બાબતે મહિલાએ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવતા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. હાલમાં પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે, પરંતુ મહિલા અને તેના પતિ સાથેના સંયુક્ત ખાતામાંથી પૈસા નીકળી ગયા છે અને જ્યાંથી ફોન આવ્યો હતો તે જગ્યા હવે બંધ કરી દેવામાં આવી છે.

ADVERTISEMENT

પોલીસે લોકોને સાવચેત કર્યા
ઘટના અંગે નર્મદા એસ.પી પ્રશાંત સુમ્બેએ જણાવ્યું કે, અમારી ટીમ ઘટના પર કામ કરી રહી છે, સાથે જ તેમણે કહ્યું કે, લોકો સાથે કોઈપણ રીતે ઓનલાઈન છેતરપિંડી ન થવી જોઈએ. અમે સાયબર ક્રાઈમને રોકવા માટે સુરક્ષા સેતુ હેઠળ સાયબર ક્રાઈમ અવેરનેસ પ્રોગ્રામ ચલાવીએ છીએ અને કોઈ પણ કંપની કે બેંક કોઈને મોબાઈલ મિરર એપ્લિકેશન ડાઉનલોડ કરાવતી નથી, ન તો અમારે કોઈને OTP આપવો પડતો હોય છે.

    follow whatsapp

    ADVERTISEMENT