રિષભ પંતને શ્રીલંકા સીરિઝથી કેમ બહાર કરી દેવાયો? ખરાબ ફોર્મ નહીં પરંતુ જાણો એ અન્ય કારણ વિશે…

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિલ્હીઃ બાંગ્લાદેશ બાદ હવે ભારતીય ટીમે શ્રીલંકા સામે તેમના જ ઘરમાં ODI અને T20 શ્રેણી રમવાની છે. આ માટે BCCIએ ટીમ ઈન્ડિયાની પણ જાહેરાત કરી દીધી છે. જેમાં સ્ટાર વિકેટકીપર બેટર રિષભ પંતને આ બંને શ્રેણી માટે ભારતીય ટીમમાં સ્થાન મળ્યું નથી. ODI અને T20 ફોર્મેટમાંથી બહાર રહેવું પંતના ભવિષ્ય પર ક્યાંકને ક્યાંક મોટો પ્રશ્નાર્થ પણ મુકી શકે છે. વળી આ વર્ષના અંતમાં જ વનડે વર્લ્ડ કપ પણ રમાવાનો છે. ત્યારે શું પંત માત્ર ટેસ્ટ ફોર્મેટ પૂરતો જ થઈ ગયો છે? શું વનડે વર્લ્ડ કપમાં પંતને જગ્યા નહીં મળે? જાણો આ તમામ સવાલના સંભવિત તારણો…

વનડે વર્લ્ડ કપથી શું પંતનું પત્તુ કપાશે?
પરંતુ જો જોવામાં આવે તો વનડે વર્લ્ડ કપમાં હજુ ઘણો સમય બાકી છે. આ ટૂર્નામેન્ટ વર્ષના અંતમાં જ ભારત દ્વારા હોસ્ટ કરાશે. જ્યારે ટીમ ઈન્ડિયાએ જાન્યુઆરી 2023થી વર્લ્ડ કપના અંત સુધી દ્વિપક્ષીય શ્રેણી હેઠળ કુલ 15 વનડે રમવાની છે. આ દરમિયાન એશિયા કપ પણ ODI ફોર્મેટમાં રમાશે, જે અંતર્ગત ફાઈનલ સહિત 13 મેચો રમાશે. જોકે આ ટૂર્નામેન્ટ પાકિસ્તાન દ્વારા હોસ્ટ કરાઈ શકે છે.

ADVERTISEMENT

આ ટૂર્નામેન્ટમાં હજુ ઘણો સમય છે. આ જ કારણ છે કે હવેથી પંતના વર્લ્ડ કપમાંથી બહાર થવાની વાત કરીએ તો તેની પાસે સારા ફોર્મમાં આવવા ઘણો સમય બાકી છે. શ્રીલંકા બાદ ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામે પણ વનડે અને ટી-20 સીરીઝ રમવાની છે. આવી સ્થિતિમાં શક્ય છે કે પંત તે શ્રેણીમાં કમબેક કરે.

રિષભ પંત કેમ બહાર થઈ ગયો..
તમને જણાવી દઈએ કે પંતને ખરાબ ફોર્મના કારણે શ્રીલંકા સીરીઝમાંથી બહાર કરવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં, એવું ન કહી શકાય કે પંત ટેસ્ટમાં હીરો છે અને વ્હાઈટ બોલના ફોર્મેટમાં ફ્લોપ થઈ રહ્યો છે. જોકે BCCIએ તેની પ્રેસ રિલીઝમાં પંતને બાકાત રાખવાનું કોઈ કારણ સ્પષ્ટ કર્યું નથી. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર રિષભ પંત ઈજાગ્રસ્ત છે. આ જ કારણ છે કે તેને કોઈપણ શ્રેણી માટે પસંદ કરવામાં આવ્યો નથી.

ADVERTISEMENT

કહેવામાં આવી રહ્યું છે કે રિષભ પંતના પગના ઘૂંટણમાં ઈજા છે. આ જ કારણ છે કે પંતને સ્ટ્રેન્થ ટ્રેનિંગ માટે મોકલવામાં આવી રહ્યો છે. રિહેબ બાદ પંત કેટલા સમય સુધી સ્વસ્થ થઈ શકશે તે અંગે હજુ સુધી કંઈ જાણવા મળ્યું નથી.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT