શૈલેષ લોઢાનું અસિત મોદી પર નિશાન, ઈશારામાં ‘તારક મહેતા…’ શો છોડવાનું કારણ જણાવ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

લખનઉ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલથી ઘર-ઘરમાં જાણીતા બનેલા શૈલેષ લોઢાએ લખનૌમાં આયોજિત સાહિત્ય આજ તક 2023માં ભાગ લીધો હતો. શૈલેષ લોઢાએ સાહિત્યના આ મહાસંમેલનમાં ઘણી અદ્ભુત અને સુંદર કવિતાઓનું પઠન કર્યું હતું. તેમણે તેના પિતા શ્યામ સિંહ લોઢા વિશે પણ વાત કરી અને એક ‘રાષ્ટ્રીય પ્રશ્ન’નો જવાબ પણ આપ્યો.

શૈલેષે લોઢાએ પિતા વિશે વાત કરી
શૈલેષે લોઢાએ તેમના પિતા વિશે વાત કરતા મજાકમાં કહ્યું કે, મેં પિતાજી પર જોક્સ બનાવ્યા છે. હું તમને સંભળાવી દઈશ, પરંતુ પછી આ શો મારા પિતાજીને ન બતાવતા, કારણ કે મકાનના કાગળ આજે પણ તેમના નામે છે. તે કહે છે કે, મારા પિતાની બંને કિડની ફેલ થઈ ગઈ છે. તે ડાયાલિસિસ પર છે. પરંતુ હજુ પણ તેઓ ફની છે. હું તેમની સાથે ટ્રાન્સપ્લાન્ટ વિશે વાત કરી રહ્યો હતો. મેં કહ્યું કે, આટલા પૈસા આપશો તો નવી કિડની લાગી જશે. તો તેમણે મને કહ્યું – ડૉક્ટરને પૂછો કે તમે જૂનીના કેટલા આપશો.

આ પણ વાંચો: સુરત પોલીસનો હેડ કોન્સ્ટેબલ 7 મહિનાથી ગુમ, દિલ્હી પોલીસ પૂછપરછ માટે લઈ ગઈ હતી, હજુ ઘરે નથી આવ્યો

ADVERTISEMENT

તારક મહેતા શો કેમ છોડ્યો?
આ પછી ‘રાષ્ટ્રીય પ્રશ્ન’માં શૈલેષ લોઢાને પૂછવામાં આવ્યું કે, તેમણે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલ કેમ છોડી દીધી? આના પર શૈલેષે કહ્યું- ‘જે છૂટી ગયું હોય તેના પર શું? જોકે, આ રાષ્ટ્રીય પ્રશ્ન છે. જો તમે મારી વાત ઈશારામાં સમજો તો, જે દેશના પ્રકાશકો પુસ્તકો પ્રકાશિત કરે છે, તેઓ હીરાની વીંટી પહેરીને ફરે છે અને લેખકે પોતાનું પુસ્તક પ્રકાશિત કરાવવા માટે પૈસા ચૂકવવા પડે છે. બીજાની ટેલેન્ટથી કમાતા બિજનેસમેન પોતાને ટેલેન્ટેડ અને મોટા સમજવા લાગે ત્યારે કોઈ પ્રતિભાશાળી વ્યક્તિએ ઊભા થઈને અવાજ ઉઠાવવો જોઈએ કે તમે બીજાની પ્રતિભાથી કમાતા લોકો છો.

અસિત મોદી પર શૈલેષનો નિશાનો!
શૈલેષ લોઢાએ આગળ કહ્યું, જે લોકો બીજાની પ્રતિભાથી પોતાનું નામ બનાવે છે તે પ્રતિભાશાળી વ્યક્તિથી મોટા ન હોઈ શકે. દુનિયાનો કોઈ પ્રકાશક કોઈ લેખક કરતાં મોટો હોઈ શકે નહીં. દુનિયામાં કોઈ નિર્માતા અભિનેતાથી મોટો હોઈ શકે નહીં. દુનિયાનો કોઈ નિર્માતા કોઈ દિગ્દર્શક કે અભિનેતા/અભિનેત્રીથી મોટો હોઈ શકે નહીં. તે એક બિઝનેસમેન છે અને આપણે આ સમજવું જોઈએ. હું કવિ છું અને અભિનેતા છું. જ્યારે પણ કંઈક એવું કરવામાં આવશે કે જો હું કવિ હોઉં કે અભિનેતા હોઉં… મારા વિચારે, જો કોઈ ધંધો વર્ચસ્વ જમાવવાનો પ્રયત્ન કરશે તો જ્વાળામુખી ફાટી નીકળશે.’

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

follow whatsapp

ADVERTISEMENT