દેવાયત ખાવડના શિવરાત્રી સહિતના કાર્યક્રમોનું શું થશે? જાણો જમીન અરજીનું શું થયું
નીલેશ શિશાંગિયા, રાજકોટ: લોક સાહિત્યકાર દેવાયત ખવડ અત્યારે જેલમાં છે. ત્યારે જેલમાં જવા પહેલા તેમણે અનેક પ્રોગ્રામ ની તારીખો લઇ લીધી હતી. તે માટે દેવાયત…
ADVERTISEMENT
નીલેશ શિશાંગિયા, રાજકોટ: લોક સાહિત્યકાર દેવાયત ખવડ અત્યારે જેલમાં છે. ત્યારે જેલમાં જવા પહેલા તેમણે અનેક પ્રોગ્રામ ની તારીખો લઇ લીધી હતી. તે માટે દેવાયત ખવડ દ્વારા વચગાળાના જામીનની અરજી કોર્ટમાં કરવામાં આવી હતી. ત્યારે દેવાયત ખવડની વચગાળાની જામીન અરજી રદ કરી દેવામાં આવી છે.
સાહિત્યકાર દેવાયત ખવડે 25 દિવસના વચગાળાના જામીન આપવા અરજી કરી હતી. સેશન્સ કોર્ટમાં દેવાયત ખવડે શિવરાત્રી અને લગ્ન પ્રસંગમાં સ્ટેજ કાર્યક્રમ હોવાથી જામીન આપવા અરજી કરી હતી. કોર્ટે પોલીસ પાસે અભિપ્રાય માંગ્યો હતો. પોલીસ અભિપ્રાય બાદ જામીન અરજી પર સૂનાવણી હાથ ધરવાની હતી, પરંતુ હાલ કોર્ટે રદ્દ કરી નાંખી છે. શિવરાત્રીમાં દેવાયત ખવડ ડાયરાના પ્રોગ્રામ નહિ કરી શકે. દેવાયત ખવડે જેલમાં જ રહેવું પડશે.
વાત પ્રધાનમંત્રી ઓફિસ સુધી પહોંચી હતી
રાજકોટમાં પોતાના સાથીદાર સાથે મયુરસિંહ રાણા પર હુમલો કર્યા બાદ દેવાયત ખવડ છેલ્લા કેટલાંય દિવસોથી ફરાર હતા. ત્યારે હવે મયુરસિંહ રાણાના પરિવારે હુમલા અંગેની વાત છેક PMO સુધી પહોચી છે. PMO સુધી મયુરસિંહ રાણાના પરિવારે આ ઘટના અંગેની રજૂઆત કરી તટસ્થ તપાસની માંગ કરી છે.રાજકોટમાં મૂળ ધ્રાંગધ્રાના કોંઢ ગામના ક્ષત્રિય યુવાન પર લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને તેના સાગરિતે લાકડી વડે હુમલો કરી જીવલેણ ઈજા પહોંચાડી હતી. રાજકોટમાં મયુરસિંહ રાણા નામના યુવક પર જીવલેણ હુમલો કરવા મામલે દેવાયત ખવડ થોડા દિવસો બાદ પણ પોલીસ સમક્ષ હાજર થયો હતો.
ADVERTISEMENT
આ સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ દ્વારા દેવાયત ખવડ સહિત ત્રણ આરોપીઓ વિરુદ્ધ ipc ની કલમ 307 સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જોકે સમગ્ર બનાવમાં પોલીસ એક પણ આરોપીને પકડી શકી નહોતી. તમામ આરોપીઓ સામે ચાલીને પોલીસ સમક્ષ હાજર થયા હતા. પોલીસ શોધખોળ બાદ પણ આરોપીઓ મળી આવ્યા નહોતા. પરંતુ આરોપીઓ સામેથી આવીને પોલીસ સમક્ષ હાજર થયા હતા.
આ પણ વાંચો: જુનિયર કલાર્ક પેપરલીક કેસમાં આરોપીઓને કરાયા જેલ હવાલે, ઉમેદવારોને ક્યારે મળશે ન્યાય ?
ADVERTISEMENT
જાણો શું હતી ઘટના
સાતમી ડિસેમ્બરના રોજ દેવાયત ખવડ દ્વારા તેમજ તેના એક સાગરિત દ્વારા મયુરસિંહ રાણાને લોખંડના પાઇપ વડે માર મારીને ઇજા પહોંચાડવામાં આવી હતી. જે મામલે રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધવામાં આવ્યો છે. જે ગુનો નોંધાયા બાદ આઠથઈ દસ દિવસ સુધી તમામ આરોપીઓ ફરાર રહ્યા હતા. પોલીસ એક પણ આરોપીને સામેથી પકડી શકી નહોતી. તમામ આરોપીઓ થોડા દિવસો બાદ એક બાદ એક કરી પોલીસ સમક્ષ સામેથી હાજર થયા હતા.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT