હર્ષ સંઘવીના શહેરમાં ગુનેગારો બેખોફ, નગ્ન તલવાર સાથે ખુલ્લેઆમ સાથે ફરતા શખ્સે જુઓ શું કર્યું ?

ADVERTISEMENT

gujarattak
social share
google news
સંજયસિંહ રાઠોડ, સુરતઃ રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ગુનાખોરીની સંખ્યામાં બમણા કરતા પણ વધુ વધારો થયો છે. ગુનેગારોનું મનોબળ એટલી હદે ઉંચુ છે કે કોઈપણ ગુનો કરતા સહેજ પણ અચકાતા નથી. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના શહેર સુરતમાં જ ગુનેગારો બેફામ બન્યા હોવાની ઘટના સામે આવી છે. ખુલ્લી તલવાર સાથે એક શખ્સ જાહેરમાં હત્યા કરવાના ઈરાદાથી ભાગી રહ્યો છે.
નગ્ન તલવાર સાથે ફરે છે અસામાજિક તત્વો 
સુરતમાં ગુનેગારો નિર્ભય હોવાની તાજેતરમાં જ એક ઘટના CCTV ફૂટેજના રૂપમાં સામે આવી છે.  શહેરના સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના સીસીટીવી ફૂટેજમાં ગુનેગારો નિર્ભયતાથી રોડ પર તલવારો લહેરાવી રહ્યા છે.. જાહેરમાં બેખોફ રીતે કોઈ ડર વિના તલવાર લઈને ફરવુ અને એ પણ હત્યાના ઈરાદે કેટલુ ભયાનક કહી શકાય. નાગરિકોની સુરક્ષાનું શું ? એ સવાલ સ્વાભાવિક રીતે ઉદ્ભવે પણ સરકાર કોઈ કેસમાં દાખલારુપ કાર્યવાહી કરે તો જ કદાચ આનો ઉપાય થઈ શકે. શહેરમાં નગ્ન તલવાર સાથે ફરતા ઈસમો રોડ પરથી પસાર થતા વાહનોને પણ નિશાન બનાવી રહ્યા છે. જુઓ આ વીડિયોમાં.

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ 
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા સીસીટીવી સુરત શહેરના સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના છે.અંજના ફાર્મ વિસ્તારના છે.સીસીટીવીમાં કેદ થયેલી આ તસ્વીરોમાં તમે જોઈ શકો છો કે વાહનોની સાથે લોકોની અવરજવર જોવા મળી રહી છે. એક ટ્રક પસાર થાય છે અને તેના ડ્રાઇવર પર ગુનેગારો દ્વારા કાયદાના ભય વગર તલવાર વડે હુમલો કરી રહ્યાં છે. અને આ નરાધમો આટલેથી નથી અટકતા પણ તેઓ અન્ય ડ્રાઇવરો પર પણ હુમલો કરવાનો પ્રયાસ કરે છે. સામાન્ય રોડ પર અસામાજિક તત્વોના આ ધમધમાટના કારણે સ્થાનિક લોકોમાં નાસભાગ મચી જાય છે.
નગ્ન તલવાર સાથે ફરે છે અસામાજિક તત્વો 
હાથમાં નગ્ન તલવાર સાથે, આ લોકો એક વ્યક્તિની હત્યા કરવાના ઇરાદાથી તેની પાછળ દોડે છે, પરંતુ સદનસીબે તે વ્યક્તિ ભાગવામાં સફળ રહે છે. આ સાથે જ પોતાનો જીવ બચાવીને તેના ઘરમાં ઘૂસી જાય છે.  આ હુમલામાં બચી ગયેલા વ્યક્તિએ આ અસામાજિક તત્વો વિશે બધું જ જણાવ્યું જે ખુલ્લેઆમ તલવારો લઈને સુરતના રસ્તાઓ પર આવી ગયા હતા.
‘હું ભાગી ગયો એટલે બચી ગયો’
આ ઘટનાને નજરે જોનાર અશફાક કહે છે કે, ઘર પાસે હુ ઉભો હતો ત્યારે તેમણે ટ્રકમાં તોડફોડ કરી, કાચ ફોડ્યા બાદમાં મને મારવા માટે મારી પાછળ દોડ્યા. હુ જીવ બચાવીને ગલીમાં ભાગી ગયો તો ત્યા પણ મારી પાછળ દોડ્યા. મારા ઘર સુધી મારી પાછળ-પાછળ મને મારવા માટે પહોંચી ગયા. હું ઘરની અંદર ઘુસી ગયો એટલે બચી ગયો. આ શખ્સોની ઓળખ આપતા અશફાક કહે છે કે, અમન, તનુ, મોહસીન કાલીયા, લુક્કા, આ પહેલા પણ આ ગેંગ સામે લીંબાયતમાં કેસ નોંધાયેલો છે. અહીં સલાબતપુરામાં પણ મે પોલીસમાં અરજી કરી છે પણ હજુ સુધી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. હવે એક જ આશા છે ઝડપી ન્યાય મળે.

સોનાના દાંતથી ઓળખાયો આરોપી, મુંબઈ પોલીસે 15 વર્ષથી ફરાર ભાગેડુને પકડી પાડ્યો

કોઈ દુર્ઘટનાની રાહ જુએ છે સરકાર ?
સવાલ અહીં એ ઉદ્ભવી રહ્યો છે કે, રાજ્યની પોલીસ અને સરકાર શું હજુ કોઈ નિર્દોષનો જીવ જવાની રાહ જોઈ રહ્યાં છે. ક્રાઈમની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. સીસીટીવી ફૂટેજના રુપમાં પૂરાવાઓ પણ સામે આવી રહ્યાં છે. તો પછી કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. અથવા તો હવે એવુ પણ કહી શકાય કે સરકારને નાગરિકોની સુરક્ષામાં બહુ રસ નથી રહ્યો એટલે જ આવી ઘટનાઓને નજરઅંદાજ કરવામાં આવી રહી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

follow whatsapp

ADVERTISEMENT