‘મહેરબાની કરીને કોઈએ દારૂ પીને આવવું નહીં’, રાજકોટમાં દીકરીના લગ્નની કંકોત્રીમાં પિતાએ લખાવ્યો મેસેજ

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટ: બે દિવસ પહેલા રાજકોટમાં લગ્ન પ્રસંગના ફુલેકામાં વરરાજાના મિત્રો જાહેરમાં જ દારૂ પીને ડાંસ કરતા હોય તેવા વીડિયો વાઈરલ થયા હતા. જે બાદ અનેક ચર્ચાઓ થઈ હતી. ત્યારે રાજકોટમાં એક પરિવારે લગ્નની કંકોત્રીમાં જ મહેમાનો માટે લખાવી દીધું કે, કોઈએ દારૂ પીને આવવું નહીં. ત્યારે લગ્નની આ કંકોત્રી હાલ ચર્ચામાં આવી છે.

હડાળા ગામમાં કોળી પરિવારમાં લગ્ન પ્રસંગ
રોજકોટ-મોરબી રોડ પર હડાળા ગામમાં રહેતા કોળી પરિવારના ઘરે દીકરીના લગ્નનો પ્રસંગ છે. ત્યારે આ પરિવારની કંકોત્રી હાલ ચર્ચામાં આવી છે. હડાળા ગામે રહેતા મનસુખભાઈની દીકરીના આવતીકાલે લગ્ન છે. ત્યારે તેમણે દીકરીના લગ્ન માટે છપાવેલી કંકોત્રીમાં ખાસ મેસેજ લખાવ્યો છે. લગ્નમાં આવનારા મહેમાનોને સ્પષ્ટ શબ્દોમાં કહેવાયું છે કે, મહેરબાની કરીને કોઈએ દારૂ પીને આવવું નહીં.

ADVERTISEMENT

કેમ લખાવ્યો આવો મેસેજ
કંકોત્રીમાં આ પ્રકારનો મેસેજ કેમ લખાવ્યો તે વિશે વાત કરતા મનસુખભાઈ કહે છે કે, વાયરસ કંકોત્રી અમારી જ છે અને મારે સમાજ, ગામ સહિતના પરિવારોને વ્યવનમુક્ત બનાવવા છે. આ કારણે તેમણે કંકોત્રીમાં આવો મેસેજ લખાવ્યો છે.

અમદાવાદમાં લગ્નમાં જુગાર રમતા ઝડપાયા 89 લોકો
નોંધનીય છે કે, લગ્નસરાની સીઝનમાં ઘણીવાર દારૂબંધીના લીરે લીરા ઉડાવતા બનાવો સામે આવી રહ્યા છે. રાજકોટમાં જ વરરાજા સાથે તેના મિત્રો દારૂ પીતા પીતા નાચતા હોવાનો વીડિયો સામે આવતા પોલીસ એક્સનમાં આવી હતી અને 8 લોકો સામે ફરિયાદ નોંધી હતી. અમદાવાદમાં પણ લગ્ન પ્રસંગમાં આવેલા 89 જેટલા લોકો જુગાર રમતા ઝડપાયા હતા. ત્યારે આવી પહેલા આવકારદાયક છે.

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT