WWE ના લીજેન્ડ હલ્ક હોગને 69 વર્ષની ઉમરે પોતાની ગર્લફ્રેન્ડ સાથે સગાઈ કરી લીધી છે.
ગત સપ્તાહમાં એક મિત્રના લગ્નમાં સગાઈની વાત જાહેર કરી છે. હલ્કનું સાચું નામ ટેરી જીન બોરિયા છે.
WWE હલ્ક હોગની ગર્લફ્રેન્ડનું નામ સ્કાઈ ડેલી છે. 45 વર્ષની સ્કાઈ હલ્કની યોગા ઇન્સ્ટ્રક્ટર પણ છે.
હલ્કે મિત્રો અને પરિવારની હાજરીમાં સ્કાઈને ડાયમંડ રિંગ પહેરાવી અને પ્રપોઝ કર્યું હતું.
હલ્ક અને સ્કાઈ ગયા વર્ષે એક પાર્ટીમાં મળ્યા હતા. ત્યાર બાદ બંને મિત્રો બન્યા અને હવે સગાઈ કરી લીધી.
રેસલિંગમાંથી રિટાયરમેન્ટ લઈ ચૂક્યા છે. અને તેમના અગાઉ બે વખત લગ્ન થઈ ચૂક્યા છે. 1983માં તેમણે લિંડા હોંગન સાથે લગ્ન કર્યા હતા તેમનાથી તેણે બે બાળકો છે.
2009માં લિંડાથી અલગ થયા બાદ હલ્કે 2010માં મેકઅપ આર્ટિસ્ટ જેનિફર સાથે લગ્ન કર્યા અને 2021માં તેમનાથી પણ અલગ થયા.
હલ્કે 1980ના દાયકામાં સૌથી લોકપ્રિય રેસલરમાંથી એક છે. તેમણે ઘણા એવોર્ડ પોતાના નામે કર્યા છે.