હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા એક ઈન્ટરવ્યુમાં મનોજે કહ્યું, મે સાંભળ્યુ છે કે મારી નેટવર્થ 170 કરોડ રુપિયા છે તો મને હસવુ આવ્યું. જેવી રીતના કામ હુ કરુ છુ એમાં આટલા પૈસા કમાવવા મુશ્કેલ છે.
મનોજ જણાવે છે કે, મે અલીગઢ અને ભૌંસલે જેવી ફિલ્મો કરી છે. જેમાં મને આટલા પૈસા મળ્યા જ નથી. હુ હજુ પણ પૈસા કમાવવા માટે મહેનત કરી રહ્યો છુ. આવા રિપોર્ટ વાંચ્યા પછી મને આશા છે કે પ્રોડ્યૂસર્સ મારો પગાર વધારો કરી આપે.
મનોજે એ પણ કહ્યું કે, એ રિપોર્ટ વાંચ્યા પછી હુ હસવા લાગ્યા અને વિચારવા લાગ્યો કે કદાચ આ સાચુ હોત તો કેટલુ સારુ હોત. ક્યાંક દૂર હુ જતો રહેત અને લાઈફમાં મોજમજા કરતો હોત.
મનોજને જ્યારે પૂછવામાં આવ્યું કે એ કોઈપણ પ્રોજેક્ટ સાઈન કરતા પહેલા શું પૈસાને પ્રાથમિકતા આપે છે. તો તેમણે કહ્યું કે, આવા વિચારો મારા મગજમાં નથી આવતા. જો આવા વિચારો હોત તો હુ 25 વર્ષ પહેલા આ કરી ચૂક્યો હોત.